
અમદાવાદ, તા. 10 નવેમ્બર, 2020, મંગળવાર
પેટાચૂંટણીમાં ભાજપે સારો દેખાવ કરી આઠેય બેઠકો પર વિજય મેળવ્યો છે ત્યારે ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં પેટાચૂંટણીમા ભાજપની સરેરાશ વધુ મતો ય વધ્યાં છે. કોંગ્રેસ કરતાં ભાજપને 24.83 ટકા વધુ સરેરાશ મતો મળ્યાં છે. બીજી તરફ, કોંગ્રેસને પેટાચૂંટણીમાં માત્ર 29.97 ટકા મતો મળ્યા હતાં.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠલ આયોજનબધ્ધ રીતે લડાયેલી પેટાચૂંટણીમાં ભાજપે ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણી કરતાં ય સારો દેખાવ કર્યો છે. વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 44.40 ટકા સરેરાશ મતો મળ્યા હતાં જેના સ્થાને આ વખતે પેટાચૂંટણીમાં ભાજપના સરેરાશ મતોની ટકાવારી 54.80 સુધી પહોંચી હતી એઠલે જ 10 ટકાનો વધારો થયો હતો.
આ બાજુ, કોંગ્રેસે ગત વિધાનસભામાં સારો દેખાવ કર્યો હતો જેના કારણે 49.30 ટકા સરેરાશ મતો મળ્યા હતાં. પણ આ વખતે કોંગ્રેસનુ આખુય વહાણ ડુબ્યુ હતું જેના લીધે કોંગ્રેસને માત્રને માત્ર 29.97 ટકા જ મતો મળ્યો હતો.
ગત વિધાનસભાની ચૂંટણી કરતાં પેટાચૂંટણીમાં કોંગ્રેસના સરેરાશ મતોમાં 20 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ભાજપને આઠેય બેઠકો પર 45 ટકાથી માંડીને 69 ટકા સુધી મતો મળ્યાં છે જયારે કોંગ્રેસને 24 ટકાથી માંડીને 42 ટકા સુધી મતો મળ્યાં છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3np1rY7
via IFTTT
Post a Comment