
અમદાવાદ, તા. 17 ઓક્ટોબર, 2020, શનિવાર
વિધાનસભાની આઠ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં 3024 મતદાન મથકોની વ્યવસૃથા કરાઇ છે. પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કુલ મળીને 18,75,032 મતદારો મતદાનમાં ભાગ લેશે. જોકે, કોરોનાની મહામારીને કારણે આ વખતે પોસ્ટલ મતદાનની ય રાજ્ય ચૂંટણી પંચે ખાસ સુવિધા કરી છે ત્યારે અત્યાર સુધી કુલ 6 હજાર લોકોએ ઘેર બેઠા મતદાન કરવા અરજી કરી છે.
પેટાચૂંટણીમાં હજુ તો શરૂઆતનો તબક્કો જામ્યો છે ત્યારે દારૂની રેલમછેલજામી છે. આઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પોલીસે કુલ 50 લાખનો દારૂ પકડી પાડયો છે. રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય નિર્વાચીન અિધકારી ડો.એસ. મુરલીક્રિષ્ણાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કરજણમાં કોંગ્રેસ અને ગઢડામાં ભાજપ વિરૂધૃધ આચારસહિંતા ભંગ બદલ ફરિયાદ નોંધાઇ છે. વગર મંજૂરીએ સભા યોજાતાં ફરિયાદ નોંધાઇ છે.આઠેય બેઠકો પર કુલ 11 પોસ્ટરો-બેનરો ઉતારી લેવાયાં છે.
આ વખતે કોરોનાના દર્દી-સિનિયર સિટીઝન ઘેર બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી વ્યવસૃથા કરી છે. આ ઉપરાંત બેલેટની વહેંચણી કરવા અને મત આપ્યા પછી તેને એકત્ર કરવાં ખાસ ટીમો બનાવાઇ છે. અત્યાર સુધી આઠેય બેઠકો પર કુલ 6 હજાર લોકોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે અરજી કરી છે. પંચે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છેકે, પેટાચૂંટણીમાં મતદાર ફોટો આઇકાર્ડ રજૂ ન કરી શકે તો આધારકાર્ડ, પાનકાર્ડ , લાયસન્સ , બેન્ક પાસબુક સહિતના દસ્તાવેજો દર્શાવી મતદાન કરી શકશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lUNVum
via IFTTT
إرسال تعليق