રાજસ્થાનમાં પહેલી નવેમ્બરથી ફરી ગુર્જર આંદોલનના ભણકારા


ગુર્જર સંગઠનના એક મોટા નેતાએ આજે કહ્યું હતું કે અનામતના મુદ્દે તેમનો સમાજ ફરીથી પહેલી નવેમ્બરથી આંદોલન કરશે. ગુર્જર નેતા કર્નલ કિરોડી સિંહ બૈંસલાએ તેમના સમાજના દરેક સભ્યને પિલપુરામાં પહોંચવા અપીલ કરી હતી.

ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના નેતા વિજય બૈંસલાએ કહ્યું હતું કે પિલપુરાથી અમારા આંદોલનની શરૂઆત થશે, કારણ કે સરકારે છેલ્લા બે વર્ષથી અમારી આરક્ષણની માગને સ્વીકારી નથી. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે અમારી માંગણીઓ પ્રત્યે આંખ આડા કાન કર્યા હોવાથી  હવે અમારી પાસે આંદોલન કર્યા સિવાય કોઇ જ વિકલ્પ નથી.

તેમણે કહ્યું હતું કે  બંધારણના નવામાં પરિશિષ્ટમાં સમાવી લેવાયેલા ગુર્જર અનામતને માની લેવું જોઇએ. પડતર ભરતીની પ્રક્રિયામાં  ખાલી પડેલી જગ્યાઓ ભરવી જોઇએ અને અતિ પછાત વર્ગોને પણ પાંચ ટકા અનામતનો લાભ આપવો જોઇએ.

દરમિયાન, પોલીસ અને વહીવટી તંત્રે આંદોલન પહેંલા કરૌલી,અલ્વર,દૌસા,સવાઇ માધોપુર અને ભરતપુર જિલ્લાઓમાં  બંદોબસ્તમાં વધારો કર્યો હતો. જયપુરમાં એક ઉચ્ચ કક્ષાની પોલીસ બેઠક મળી હતી.

આ જિલ્લાઓમાં વધારાની કુમકો મોકલવામાં આવી રહી હતી. તો આ તરફ બયાનામાં 17 ઓકટોબરે ગુર્જરોની મહાપંચાયતે બેઠક કરીને રાજ્ય સરકારને પહેલી નવેમ્બર સુધીમાં માંગણીઓ સ્વિકારવા ચેતવણી આપી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JenT7c
via IFTTT

Post a Comment

أحدث أقدم