
મુંબઇ, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર
બોલીવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની થોડા સમયે માટે મેનેજર રહેલી દિશા સાલિયન (28)ના શંકાસ્પદ મૃત્યુની તપાસ પણ સીબીઆઇને સોંપવામાં આવે તેવી એક યાચિકા સુશાંતના એક મિત્રએ બોમ્બે હાઇકોર્ટમાં કરી છે. આ યાચિકા સુશાંતના એક મિત્ર અને તેના જીમના એક સાથીદાર સુનિલ શુકલાએ કરી છે.
આઠ જૂનના રોજ દિશાએ મલાડની એક ઇમારતના 14મા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાના છ દિવસ બાદ 14 જૂનના રોજ સુશાંતના મૃતદેહ તેના બાંદરાના ઘરેથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. હાલ સુશાંતના મૃત્યુની તપાસ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઇ કરી રહી છે.
સુશાંતની જેમ જ દિશાનું મૃત્યુ પણ શંકાસ્પદ પરિસ્થિતિમાં થયુ હોવાથી તેમજ મુંબઇ પોલીસે તેના મૃત્યુ બાબતે પણ અનેક મુદ્દાઓનો વિચાર કર્યો નથી આ ઉપરાંત સુશાંત અને દિશા બન્ને માર્ચ અનેે એપ્રિલ મહિના દરમિયાન સંપર્કમાં હતા. આ દર્શાવતા પુરાવાઓ પણ ઉપલબ્ધ છે. તેથી સુશાંતના મૃત્યુની તપાસ કરી રહેલ સીબીઆઇને દિશાના મૃત્યુ પ્રકરણની તપાસ પણ સોંપવામાં આવે તેની વિનંતી તેના એક મિત્ર અને સહયોગી સુનિલ શુકલાએ યાચિકા દ્વારા કરી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35KsLIW
via IFTTT
إرسال تعليق