દવાખાનાં અને હોસ્પિટલ પર દર્દીનું ભારણ ઘટાડવા ઇ-સંજીવનીનો પ્રારંભ


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 8 ઓક્ટોબર, 2020, ગુરૂવાર

કોરોનાના કહેરના સમયમાં દર્દીઓને ઘેરબેઠાં જ નિદાન અને સારવાર મળી રહે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇ-સંજીવનીનો આરંભ કરાવ્યો છે. તેમના આ પગલાંને પરિણામે સરકારી હોસ્પિટલ અને દવાખાનાઓ પરનું દર્દીઓનું ભારણ પણ ઓછું થશે. ઓપીડીમાં મોટી સંખ્યામાં એકત્રિત થતાં લોકોને કારણે દર્દીઓને લાંબા સમય સુધી નિદાન અને સારવાર માટે રાહ પણ જોવી પડશે નહિ. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ઇ-સંજીવનીનો આરંભ કરાવ્યો હતો. ઈ-સંજીવની ઓપીટી ગામડાંના દર્દીઓ માટે વધુમાં વધુ લાભદાયી સાબિત થાય તેવી શક્યતા છે. ઇ-સંજીવની દર્દીઓને સામાન્ય રોગ માટે પ્રિસ્ક્રિપ્શન પણ આપશે. તેમ જ વિના મૂલ્યે સારવાર પણ આપશે. કોરોનાના કહેરના આ સમયમાં દર્દીઓને ઇ-ઓપીડી સંજીવનીનો લાભ મળતાં યોગ્ય સમયે સારવાર મળવાના દ્વારા ખૂલી જશે. 

સરકારે ખાસ મોબાઈલ એપ પણ દર્દીઓ માટ ેતૈયાર કરાવી છે. મોબાઈલ એપની મદદથી ડૉક્ટર સાથે દર્દી વિડીયો કૉલિંગથી જોડાઈ શકશે. દર્દી અને ડૉક્ટર વચ્ચે સંવાદ થતાં ઇલાજ વધુ અસરકારક બનશે. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે દૂર અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાંમાં રહેતા દર્દીઓને આ એપ દ્વારા ઘેરબેઠાં સારવાર અને નિદામ મળી શકશે. તેમ જ સારવાર અને નિદાન માટે સીએચસી કે પીએચસી સુધી દર્દીઓએ દોડવું પડશે નહિ. આ એપ પર વિડીયો કૉલ કરીને અન્ય તેબીબી એક્સપર્ટનો અભિપ્રાય પણ મેળવી શકાશે. તે મુજબ સારવાર પણ કરી શકશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I4oZ4U
via IFTTT

Post a Comment

Previous Post Next Post