
ગાંધીનગર, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવવાના હતા અને તેમનો કાર્યક્રમ સીધો કેવડીયા પહોંચવાનો હતો પરંતુ ગઈકાલે ભાજપના દિગ્ગજ નેતા અને ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનું અવસાન થતાં વડાપ્રધાને કાર્યક્રમમાં ફેરફાર કરીને આજે સવારે સીધા ગાંધીનગર પહોંચવાનો નિર્ણય કર્યો હતો.
અમદાવાદ એરપોર્ટે 9.4પ કલાકે તેમનું વિમાન આવ્યા બાદ રાજયપાલ અને મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કર્યું હતું અને વડાપ્રધાન રોડ માર્ગે સીધા ગાંધીનગરના સે-19 સ્થિત કેશુભાઈના બંગલે પહોંચ્યા હતા. જયાં કેશુબાપાની તસ્વીરને ફુલ અર્પણ કરી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. પરિવારના સભ્યો સાથે બાપા સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા અને કેશુબાપાની અંતિમ ક્ષણ અંગે પણ પૃચ્છા કરી હતી.
કેશુભાઈની દીકરી સોનલબેને કહયું હતું કે વડાપ્રધાન વડીલની જેમ અમારી સાથે બેઠા હતા અને ગઈકાલે બાપા સાથે એવું તો શું થયું એની પણ પૃચ્છા કરી હતી. અહીંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા જ સે-8 સ્થિત કનોડિયા હાઉસ પહોંચ્યા હતા. જયાં મહેશ અને નરેશ કનોડિયાને પણ શ્રધ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાને અહીં પણ નરેશ કનોડિયાના પુત્ર હીતુ કનોડિયા અને પરિવારજનો સાથે ચર્ચા કરી સાંત્વના આપી હતી.
વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
8 મહિના બાદ ગુજરાત આવેલા નરેન્દ્ર મોદી શનિવારે બપોરે દિલ્હી પરત ફરશે
અમદાવાદ, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી આવતીકાલે બપોરે અમદાવાદથી દિલ્હી પરત ફરશે.
સવારે 9:35 કલાકે એરઇન્ડિયા વન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદનાં મેયર બીજલ પટેલ, સાંસદ સી.આર. પાટીલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે, પોલીસ કમિશનર સંજીવ શ્રીવાસ્તવ દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા.
રિવરફ્રન્ટ પર સી-પ્લેનમાં ઉતરી
નરેન્દ્ર મોદી આજે 50 જ મિનિટમાં અમદાવાદથી જશે
મોદીના આગમન-પ્રસ્થાન સમયે ટોળાં એકત્ર થવા નહીં દેવાય : ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મુકાયો
અમદાવાદ, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ, તા. 31મીએ અમદાવાદ આવશે અને માત્ર 50 જ મિનિટમાં દિલ્હી જવા રવાના થશે. કેવડિયાનો કાર્યક્રમ પૂર્ણ કરી સી-પ્લેનના લોકાર્પણના ભાગરૂપે આવનારાં વડાપ્રધાન સવારે 12-40 વાગ્યે રિવરફ્રન્ટ પોર્ટથી કારમાં બેસી સીધા જ અમદાવાદ એરપોર્ટ જઈ દિલ્હી રવાના થશે.
આવતીકાલ, શનિવારે કેવડિયાથી વડાપ્રધાન બપોરે 12-40 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. સાબરમતી નદીમાં બનાવાયેલા પોર્ટ પર ઉતરાણ પછી મોદી સીધા જ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.
માત્ર 50 મિનિટના અમદાવાદના રોકાણ દરમિયાન વડાપ્રધાન સાબરમતી રિવરફ્રન્ટ પોર્ટ ખાતે ભાજપના નિશ્ચિત લોકોને મળી શકે છે. જો કે, મોદીના આગમન અને એરપોર્ટથી પ્રસૃથાન દરમિયાન લોકોના ટોળાં એકત્ર થવા નહીં દેવાય. કોરોનાના કારણે વડાપ્રધાનની મુલાકાતના સૃથળે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
શહેર પોલીસને સવારથી સ્ટેન્ડ-ટુ રહેવાના આદેશ આપવામાં આવ્યાં છે. ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડીને તા. 31ના સવારે સવારે 10થી બપોરે બે વાગ્યા સુધી સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ રોડ વાડજ સ્મશાનગૃહ કટથી આંબેડકર બ્રિજ સુધીનો જતો-આવતો માર્ગ બંધ રાખવામાં આવશ તેવું ફરમાન કર્યું છે. શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34JDuUG
via IFTTT
إرسال تعليق