નરેન્દ્ર મોદીની મુલાકાતના પગલે પરિવાર સહિત 80ના તાત્કાલિક કોરોના ટેસ્ટ


મેડિકલ ટીમ અને સિવિલ તંત્ર સ્ટેન્ડ ટુ : વડાપ્રધાનની ઓચિંતી મુલાકાતથી સ્થાનિક તંત્ર દોડતું થયું

ગાંધીનગર, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર

કેવડિયા આવતાં વડાપ્રધાને કેશુભાઈ પટેલ અને કનોડિયા બંધુને શ્રધ્ધાંજલિ આપવા તેમના ઘરે જવાનું નક્કી કર્યા બાદ ગાંધીનગરનું સ્થાનિક તંત્ર રાત્રે દોડતું થઈ ગયું હતું.

આ બન્ને ઘરોને રાત્રે અને સવારે સંપૂર્ણ સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા. જયારે આ બન્ને પરિવારના સભ્યો ઉપરાંત સ્થાનિક તથા હેલીપેડના સ્ટાફ મળી કુલ 80 વ્યક્તિઓના તાત્કાલિક કોરોના ટેસ્ટ કર્યા હતા. સદનસીબે એકપણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો નહોતો. 

ભાજપના ભિષ્મ પિતામહ અને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અવસાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડીયાના માધ્યમથી સ્વર્ગસ્થને શ્રધ્ધાંજલિ પાઠવી હતી પરંતુ તેઓ કેવડિયા આવતાં હોવાના કારણે તેમણે કેશુભાઈ પટેલ અને કનોડિયા બંધુને ઘરે જઈને શ્રધ્ધાંજલિ આપવા ઓચિંતી ગાંધીનગરની મુલાકાત લીધી હતી.

આગલી રાત્રે જ સમગ્ર કાર્યક્રમ ઘડાયો હતો ત્યારે સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું હતું. ખાસ કરીને કોરોનાની મહામારીમાં કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં વડાપ્રધાન ના આવે તે માટે કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા રાત્રે અને વહેલી સવારથી સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી.

જેના ભાગરૂપે સે-19 સ્થિત કેશુભાઈ પટેલના નિવાસસ્થાને  તથા સે-8 સ્થિત કનોડિયા હાઉસ ખાતે રાત્રે અને વહેલી સવારે સેનેટાઈઝેશન કરવામાં આવ્યું હતું. જયાં નરેન્દ્ર મોદી જવાના હતા તે જગ્યાએ તેમજ તેઓ જયાં બેસવાના હતા તે ખુરશી તથા આસપાસની જગ્યાએ ખાસ સેનેટાઈઝેશન કરવામાં આવ્યું હતું.

તેમજ તેમની ખુરશી અન્ય ખુરશીઓ કરતાં દુર રહે તેની પણ કાળજી રાખવામાં આવી હતી. આ ઉપરાંત આ બન્ને પરિવારના સભ્યો, સ્થાનિક તથા હેલીપેડના સ્ટાફ સહિત 80 વ્યક્તિઓના કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ નેગેટિવ આવ્યા હતા. તો હેલીપેડ ઉપરાંત આ બન્ને નિવાસ સ્થાને થર્મલ ગન સાથે મેડીકલ ઓફિસર હાજર રાખવામાં આવ્યા હતા.

9 પોલીસ કર્મચારીને કોરોના હોવાની ચર્ચા

મોદીના બંદોબસ્તમાં રહેલા 500 પોલીસના રેપિડ ટેસ્ટ 

માધવપુરા અને કાલુપુર પી.આઈ. કોરોના પોઝિટિવ આવતાં હોમ ક્વોરન્ટાઈન થયા

અમદાવાદ, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ આગમન પહેલાં બંદોબસ્તમાં રહેલા 500 પોલીસ કર્મચારીના કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. બંદોબસ્તમાં રહેલા નવ પોલીસ કર્મચારીને કોરોના પોઝીટીવ આવ્યો હોવાના મેસેજ પોલીસ ગ્રૂપમાં ફરતાં થયાં છે.

જો કે, અધિકારી સૂત્રો કહે છે કે, 500 જેટલા પોલીસકર્મીના કોરોના ટેસ્ટ કરાયા છે પણ કોઈને કોરોના પોઝીટીવ હોવા અંગે સત્તાવાર રીપોર્ટ આવ્યાં નથી. જ્યારે, કાલુપુર અને માધવપુરા પી.આઈ. કોરોના પોઝીટીવ આવતાં હોમ ક્વોરન્ટાઈન થયાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા વ્યવસૃથાના બંદોબસ્તમાં મુકવામાં આવતાં તમામ પોલીસ કર્મચારીએ કોરોનાનો રેપીડ ટેસ્ટ કરાવવો ફરજીયાત બનાવાયો છે. અંદાજે 500 પોલીસ કર્મચારીના રેપીડ ટેસ્ટ દરમિયાન નવ પોલીસ કોન્સ્ટેબલને કોરોના પોઝીટીવ હોવાની ચર્ચા છે. નવ પોલીસને કોરોના હોવા અંગેનો મેસેજ પોલીસના અમુક ગુ્રપમાં ફરી રહ્યો હોવાની વાત સ્વિકારતાં આ અંગે સત્તાવાર મેડીકલ રિપોર્ટ હોવાનું ઉચ્ચ અિધકારી કહી રહ્યાં છે.

બીજી તરફ, કાલુપુરના પી.આઈ. આર.જી. દેસાઈ અને માધવપુરા પી.આઈ. એમ.બી. બારડને કોરોના પોઝીટીવ આવતાં બન્ને હોમ ક્વોરન્ટાઈન થઈ સારવાર લઈ રહ્યાં છે. બન્ને પી.આઈ.ની હાલત સામાન્ય અને સુધારા પર છે. છેલ્લા કેટલાક દિવસોથી ફરી વખત શહેર પોલીસમાં કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે. એસીપી અને પી.આઈ. કેડરના અિધકારીઓમાં કોરોના વકર્યો છે. હાલમાં શહેર પોલીસના 90 જેટલા પોલીસકર્મી કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35KDP8W
via IFTTT

Post a Comment

أحدث أقدم