કોર્ટો શરૂ કરવા અમદાવાદ બાર એસો.ની ચીફ જસ્ટિસ સમક્ષ માગણી


અમદાવાદ, તા. 18 ઓક્ટોબર, 2020, રવિવાર

અમદાવાદ બાર એસોસિએશને હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથને પત્ર લખી માગણી કરી છે કે રાજ્યની કોર્ટે હવે પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા માગણી કરી છે. એસોસિએશનની રજૂઆત છે કે છેલ્લાં છ મહિનાથી કોર્ટે બંધ હોવાથી મધ્યમવર્ગીય વકીલો અતિવિકટ પરિસ્થિતિમાં મૂકાયા છે.

અમદાવાદ બાર એસોસિએશનના સેક્રેટરી જગત ચોકસી અને પ્રમુખ પરેશ જાની દ્વારા ચીફ જસ્ટિસ વિક્રમ નાથને લખવામાં આવેલા પત્રમાં રજૂઆત કરાઇ છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ભલે હાલ પૂરતો અન્ય વ્યવસાય કરવા માટે વકીલોને છૂટ આપી હોય પરંતુ લોકડાઉન લાગુ થયું છે ત્યારથી મધ્યમવર્ગીય વકીલો માટે આવકના જૂજ સ્ત્રોત જ રહ્યાં છે અને ઘણાં વકીલોને છેલ્લાં છ મહિનાથી કોઇ આવક મળી નથી.

બાર કાઉન્સિલ અને બાર એસોસિએશનો પાસે પણ આ વકીલોની આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતું ભંડોળ નથી. જેની સામે આ વકીલોને છેલ્લાં છ મહિનાથી બાળકોની ફી, ઘરખર્ચ, લાઇટબિલ અને જીવનજરૂરિયાતના અન્ય ખર્ચાઓ માટે પણ પૂરતા આવકના સ્ત્રોત નનથી.

અત્યારે તમામ સરકારી અને ખાનગી સંસ્થાનોને ખોલવાની મંજૂરી આપાઇ રહી છે. ઇન્કમટેક્સ ઓફિસ, અર્ધ ન્યાયિક ટ્રિબ્યુનલોસ અને મોટી બજારો ખૂલી રહી છે. થોડાં સમયમાં શૈક્ષણિક સંસ્થાઓનો ખોલવાનું આયોજન પણ સરકાર કરી રહી છે. જેથી મધ્યમવર્ગીય પરિવારનો ધ્યાનમાં રાખઈ કોર્ટો ખોલી પ્રત્યક્ષ સુનાવણીની મંજૂરી આપવામાં આવવી જોઇએ.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dA6MIg
via IFTTT

Post a Comment

Previous Post Next Post