
10 લાખ લીધા બાદ 8 લાખ લેતા એસીબીની જાળમાં ફસાયા
અમદાવાદ, તા. 29 ઓક્ટોબર, 2020, ગુરૂવાર
સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોના વાઈરસના દર્દીઓને પુરા પડાતા ચા નાસ્તો અને જમવાના 1.18 કરોડના બિલ મંજુર કરવા માંટે કેન્ટીનવાળા પાસેથી 8 લાખની લાંચ લેતા બે મેડિકલ ઓફિસરની એસીબીના એધિકારીઓેએ અટક કરી હતી.પહેલીવાર કોઈ ડોક્ટરો મોટી રકમની લાંચ લેતા ઝડપાયા છે. હવે હોસ્પિટલોમાં પણ ભ્રષ્ટ્રાચાર વકર્યો હોવાનું આ બાબત પરથી સાબિત થાય છે.
એસીબીએ આ કેસમાં સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર(ઈન્ચાર્જ આરએમઓ) ડો. ઉપેન્દ્ર ગોપાલભાઈ પટેલ અને મેમેડિકલ ઓફિસર (ઈન્ચાર્જ વહીવટી અધિકારી) ડો.શૈલેષકુમાર ચેલાભાઈ પટેલની 8 લાખની લાંચ લેતા અટક કરી હતી.
સોલા સિવિલ હોસ્પિટલમાં કોવિડના અનેક દર્દીઓ દાખલ છે. આ દર્દીઓ માટે સોલા સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ચા નાસ્તો અને જમવાનું પુરૂ પાડવામાં આવે છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા થતા ઓર્ડર મુજબ કેન્ટીનમાંથી આ ચીજો મંગાવવામાં આવતી હતી. કેન્ટીનના સંચાલક દ્વારા ચાર મહિના સુધી કોરોના વાઈરસના દર્દીઓને ચા, નાસ્તો અને જમવાનું પુરૂ પાડવામાં આવ્યું હતું.
આ કેન્ટીન ફેસીલીટી બાબાતે રજુ કરેલ બિલ રૂ.1,18,00,000 મંજુર કરવા માટે પ્રથમ 30 ટકા લેખે લાંચની માંગમી કરવામાં આવી હતી. રકઝકને અંતે 16 ટકા લેખે 16 લાખની લાંચની માંગમી આરોપી ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી. જેમાં આરોપીઓએ ફરિયાદી પાસેથી અગાઉ બે તબક્કે રૂ.10,00,000 લેવામાં આવ્યા હતા.
બાકીના રૂ.6,00,000 અને ફરીયાદીના ભાઈની કેન્ટીનનું ટેન્ડર ત્રણ વર્ષ માટે મંજુર કરવા માટે વધુ બે લાખની માંણી મળીને કુલ રૂ.8,00,000ની માંગણી કરવામાં આવી હતી. આ અંગે ફરિયાદ થતા એસીબીના અધિકારીઓએ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસની સામે વેઈટીંગ રૂમમાં ફરિયાદી પાસેથી આરોપી ડો.ઉપેન્દ્ર પટેલ 8 લાખ લેતા ઝડપાઈ ગયા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TE22It
via IFTTT
Post a Comment