
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 22 સપ્ટેમ્બર, 2020, મંગળવાર
ભૂતકાળમાં પાકને નુકસાની થઈ હોય ત્યારે ગુજરાતના ખેડૂતોએ ભગવાનને ભરોસે જ રહેવું પડતું હતું, માત્ર ભાજપની સરકાર આવી ત્યારથી જ ખેડૂતોને તેમના પાકની નુકસાની સામે વલતર મલતું થયું છે.
ખરીફ પાકમાં વરસાદ અતિશય પડે તો અથવા વરસાદ અત્યંત ઓછો પડે તો પણ ખેડૂતોએ પાકની નુકસાની ભોગવવી પડતી હતી. ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારબાદ જ ખેડૂતોને પાકની નુકસાની સામે સારૂ વલતર મળતું થયું છે. પાક નુકસાનીનો સામનો કરતો એક પણ ખેડૂત સહાય યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ પૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે.
આપત્તિના સમયે પ્રામાણિક્તાથી ખેડૂતોના પડખે ઊભા રહેવું એ અમારી સરકારનો ધર્મ છે તેમ જણાવતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પાક સહાય યોજના હેઠળ અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના જોખમોથી થયેલ પાક નુકસાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે.
પાક નુકસાન 33 ટકાથી 60 ટકા માટે પ્રતિ હેક્ટર રૂા.20 હજાર લેખે વધુમાં વધુ 4 હેક્ટર સુધી સહાય ચૂકવાશે. એ જ રીતે 60 ટકાથી વધુ નુકસાન માટે પ્રતિ હેકટરદીઠ રૂા.25 હજારની સહાય વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. આ માટે ખેડૂતે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહેશે. મંજૂર થયેલ સહાય લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં સીધી ચૂકવાશે.
તેમણે કહ્યુ ંહતું કે સહાય યોજનાના આ ત્રણેય જોખમો સામે રક્ષણ અપાશે. અનાવૃષ્ટિ (દુષ્કાળ)ના કિસ્સામાંથ- જે તાલુકામાં ચાલુ સીઝનનો 10 ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યારથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (28 દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકસાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ)નું જોખમ ગણવામાં આવશે.
આ જ રીતે અતિવૃષ્ટિ હોય તેવી સ્થિતિમાં થ- તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ (ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે 48 કલાકમાં 35 ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં 48 કલાકમાં 25 ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસૂલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં થયેલ નુકસાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે.
(કમોસમી વરસાદ (માવઠું)ની સ્થિતિ સજાર્ય ત્યારેથ- 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધીમાં મહેસૂલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ 48 કલાકમાં 50 મી.મી. થી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠું)નું જોખમ ગણવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
મોસમમાં પડેલા અતિશય વરસાદને પરિણામે 37 લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોના પાકને થયેલું નુકસાન ભરપાઈ કરી આપવા માટે ગુજરાત સરકાર ેરૂા. 3700 કરોડનું રાહત પૅકેજે જાહેર કર્યું તેને આવકારતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની સરકારે કરેલી વ્યાખ્યાથી ખેડૂતોને માંડ ચાર લાખ ખેડૂતોને પાકની નુકસાની પૂરી અને વ્યવસ્થિત મળશે તેમ જણાતું નથી.
અનાવૃષ્ટિમાં બે વરસાદ વચ્ચે 28 દિવસના ગાળાની શરત મૂકવામાં આવી છે, તેને બદલે બે અઠવાડિયા કરવામાં આવે તો વાવેતર થયેલા પાકને વરસાદને અભાવે નુકસાન થાય તો તેની નુકસાની ખેડૂતને આપી શકાય.
આ જ રીતે છેલ્લા ત્રમ વર્ષમાં 20 ટકાથી ઓછો સરેરાશ વરસાદ પડયો હોય તો અછત અને 40 ટકા ઓછો પડયો હોય તો અર્ધઅછત ગણવી જોઈએ. સરેરાશ કરતાં 20 ટકા વધુ વરસાદ પડે તો અતિવૃષ્ટિ, 20થી 40 ટકા વધુ વરસાદ પડે તો ગંભીર અતિવૃષ્ટિ અને 40 ટકાથી વધુ વરસાદ પડે તો ગંભીર સ્થિતિ ગણવાની જોગવાઈ લાવવી જોઈએ.
ગુજરાતમાં હજી વરસાદ પડશે તો ખેડૂતોને સહાય મળશે : રૂપાણી
મુખ્યંત્રી કિસાન સહાય યોજના હેઠળ ગુજરાતના 56 લાખ ખેડૂતોને ફાયદો મળશે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 22 સપ્ટેમ્બર, 2020, મંગળવાર
ખરીફ પાકમાં ખેડૂતો આકાશી ખેતી કરે છે અને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તેવા સંજોગોમાં પાકને નુકસાન થાય છે. આગામી મહિનાઓમાં પણ જો વરસાદ પડશે તો ખેડૂતોને સહાયરૂપ થવા રાજ્ય સરકારનું મન ખુલ્લુ છે, ચોક્કસ સહાય કરીશું એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યુ ંહતું કે ખેડૂતોને ઊંચુ પ્રીમીયમ ભરવું ન પડે, એ જ ભાવનાથી આ યોજના જાહેર કરવામાં આવી છે. ખેડૂતોને ઇનપુટ ખર્ચ માટે સબસીડી તરીકે સહાય આપવાનો નિર્ણય કરાયો છે. આપણે ખેડૂતોના હિત માટે દુષ્કાળની વ્યાખ્યા નક્કી કરી છે.
જે વિસ્તારમાં પાંચ ઇંચથી ઓછો વરસાદ પડે એને અછતગ્રસ્ત વિસ્તાર ગણતા હતા. હવે આ યોજનામાં 10 ઇંચથી ઓછો વરસાદ પડયો હોય એને અસરગ્રસ્ત વિસ્તાર ગણવામાં આવશે. ખેડૂતોને સહાયરૂપ થવા માટે આ વર્ષથી અમલી બનાવેલ આ યોજનામાં આગામી સમયમાં જરૂર હશે તો પરિસ્થિતિને અનુલક્ષીને ધોરણો સુધારવા માટે પણ અમારી સરકારનું મન ખુલ્લું છે.
કિસાન સહાય યોજના હેઠળ રાજ્યના 56 લાખથી વધુ ખેડૂતોને ખરીફ તુના તમામ પાકો માટે આવરી લેવાશે. ખરીફ તુમાં થયેલ પાકની નુકસાનની ટકાવારી 30 થી 60 ટકા હોય તો હેક્ટરદીઠ રૂા.20 હજારની સહાય વધુમાં વધુ 4 હેક્ટર સુધીની મર્યાદામાં આ સહાય ચૂકવાશે.
60 ટકાથી વધુ પાક નુકસાની હોય તો હેક્ટરદીઠ રૂા.25 હજારની સહાય 4 હેક્ટરની મર્યાદામાં અપાશેઅન્ય યોજનામાં પ્રીમીયમ લેવાય છે આ યોજનામાં કોઇ પ્રીમીયમ લેવાશે નહી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32TRRoD
via IFTTT
إرسال تعليق