
અમદાવાદ, તા. 22 સપ્ટેમ્બર, 2020, મંગળવાર
અસામાજીક પ્રવૃતિ મુદ્દે વિધાનસભા ગૃહમાં રજૂ થયેલાં બિલની ચર્ચા દરમિયાન વિપક્ષે ભાજપ સરકારની બેધારી નીતિ મુદ્દે આકરા પ્રહારો કર્યાં હતાં. એટલું જ નહીં, ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં યોજેલી રેલીનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે એવો સવાલ ઉઠાવ્યો કે, આમ જનતા માસ્ક કે સોશિયલ ડિસટન્સ ન રાખે તો પોલીસ દંડ વસૂલે છે પણ ભાજપના નેતાઓને જાણે કાયદો નડતો જ નથી. સી.આર.પાટીલે સરેઆમ નિયમોનો ભંગ કર્યો હોવા છતાંય કેમ પગલાં ભર્યાં નહીં. પોલીસ અને સૃથાનિક તંત્રએ માત્ર તમાશો નિહાળ્યો હતો.
અસામાજીક પ્રવૃતિઓ મુદ્દે ગૃહમાં રજૂ થયેલાં વિધેયકની ચર્ચા વખતે કોંગ્રેસે ગૃહમાં તડાપીટ બોલાવી હતી. ધારાસભ્ય પૂંજા વંશે સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે,સરકાર કાયદા ઘડે એમા વિપક્ષને વાંધો ન હોઇ શકે પણ કાયદા બધા માટે સમાન હોવા જોઇએ.
પણ કમનસીબે આજે ગુજરાતમાં એકને ગોળ,બીજાને ખોળ જેવી સિૃથતી છે. કોરોનાની મહામારી વચ્ચે જો આમ જનતા માસ્ક પહેરવામાં, હેલમેટ પહેરવામાં આૃથવા તો સોશિયલ ડિસટન્સ જાળવવામાં ભૂલ કરે તો પોલીસ દંડ ફટકારે છે.
બીજી તરફ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રેલીઓ કાઢે,જાહેરમાં માસ્ક ન પહેરે, સોશિયલ ડિસટન્સ ન જાળવે છતાંય પોલીસ તમાશો નિહાળે. લોકોની ભીડ ભેગી કરીને કોરોનાનું સંક્રમણ ફેલાવ્યુ છતાંય કેમ પાટીલ સામે પગલાં લેવાયા નહીં. નવરાત્રી વિના જ જાહેરમાં ભાજપના કાર્યકરો ગરબે ઝૂમ્યાં ત્યારે કેમ પગલાં લેવાયાં નહીં. ભાજપમાં હોય એટલે તેમને કાયદો નડે જ નહી .
જોકે, કોંગ્રેસના રાજકીય આક્રમણને પગલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સામો પ્રહાર કરતાં એવું કહ્યું કે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓએ પણ કયાં ક્યાં બેઠક કરી,કયાં ભીડ એકઠી કરી, કઇ સભામાં પરમિશન હતી કે નહી, આ બધીય વિગતો મારી પાસે છે. એટલે માત્ર રાજકીય આક્ષેપ કરવા યોગ્ય નથી. આ મુદ્દે શાસક પક્ષ-વિપક્ષ વચ્ચે તડફડ જામી હતી.
રૂા.8 કરોડનું ટર્નઓવર કરતી ફેક્ટરી બંધ પડતાં માલિકે દારૂનો ધંધો શરૂ કર્યો : ધારાસભ્ય કિરીટ પટેલ
ચોમાસુ સત્રના બીજા દિવસે અસામાજીક પ્રવૃતિઓ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકારને આડે હાથે લીધી હતી. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ગૃહમાં એવુ ઉદાહરણ રજૂ કર્યુ હતું કે, કોરોનાની મહામારીને કારણે લોકડાઉન બાદ લોકો આિર્થક રીતે પડી ભાંગ્યા છે.
વર્ષે રૂા.8 કરોડનુ ટર્નઓવર કરતી કેમિકલ કંપની બંધ પડી જતાં માલિકે દારૂનો ધંધો શરૂ કર્યો હતો. આ ગુજરાતની અસલી વાસ્તવિકતા છે. 278 વિદેશી દારૂની બોટલ સાથે પકડાયા બાદ આ આખીય વાતનો ભંડો ફુટયો હતો.
આમ, ગુજરાતમાં નશાબંધીનો અમલ જ રહ્યો નથી. ગુજરાતમાં કાયદા વ્યવસૃથાને લઇને તેમણે પોલીસ વિભાગની એવી ટીકા કરી કે, સુરતમાં એક દિકરી ગુમ થઇ ગઇ હતી જેથી પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પણ પોલીસ આ દિકરીને શોધી શકી ન હતી.
હારીથાકીને આ પરિવારે સુરતમાં અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલાં એક માથાભારે શખસને વાત કરી ત્યારે બે દિવસમાં તે દિકરીને શોધી લાવ્યો હતો. પાસાના કાયદાના સુધારાને લઇને પણ એવો આરોપ થયાં કે,રાજકીય કિન્નાખોરી રાખીને ય પાસા કરાય છે.
પોલીસ જ દારૂનો વેપલો કરે છે,વહીવટદાર હપ્તા નક્કી કરે છે : ધારાસભ્ય બળદેવજી ઠાકોર
અસામાજીક પ્રવૃતિના મુદ્દે રજૂ થયેલાં બિલ અંગેની ચર્ચામાં ભાગ લેતા ધારાસભ્ય બળદેવજી ઠાકોરે એવો આક્ષેપ કર્યો કે,ગુજરાતમાં નશાબંધી માત્ર કાગળ પર છે.પોલીસ જ દારૂના વેપાર કરે છે એટલે કે વાડ ચિંભડા ગળે છે તેવી દશા છે.
આજે આખાય રાજ્યમાં પોલીસ સ્ટેશનમાં બધુ વહીવટદારથી જ ચાલે છે. કોને દારૂનો અડ્ડો ચલાવવા દેવો, અડ્ડો ચલાવતા બૂટલેગરને મહિને કેટલો હપ્તો આપવો,વરલી મટકાનો સ્ટેન્ડનુ પરમિશન કોને આપવુ. આ બધુય વહીવટદાર નક્કી કરે છે. પોલીસ વિભાગમાં વહીવટદારની કઇ પોસ્ટીંગ છે તે જ સમજાતુ નથી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2G0SHqF
via IFTTT
إرسال تعليق