માછીમારોના અપહરણની નાપાક હરકત ગુજરાત સરકાર નહીં ચલાવે


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 21 સપ્ટેમ્બર, 2020, સોમવાર

આંતરરાષ્ટ્રીય જળસીમાનું ઉલ્લંઘન ન થાય તે માટે ગુજરાત સરકારે ગુજરાત સરકારમાં રજિસ્ટર્ડ થયેલી 28,811 ફિશિંગ બોટને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ-જીપીએસ બેસાડી આપી હોવા છતાંય પાકિસ્તાનની મરીન સિક્યોરિટી દ્વારા ગુજરાતના પોરબંદર જિલ્લાની છ અને ગિર સોમનાથ જિલ્લાની બે મળીને 8 બોટના 49 માછીમારોના અપહરણ કરી જવાની ઘટનાને જરાય ચલાવી લેવામાં આવશે નહિ.

કેન્દ્ર સરકારના માધ્યમથી પાકિસ્સાન સરકાર સાથે આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે, એમ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ નિયમ 116 હેઠળ વિપક્ષના નેતા પૂંજાભાઈ વંશે તાકીદની જાહેર અગત્યની બાબત તરીકે ચર્ચા કરવાની કરેલી માગણીનો જવાબ આપતા જણાવ્યું હતું. 

ગુજરાતની ફિશિંગ ઇન્ટરનેશનલ મેરિટાઈમ બાઉન્ડ્રીનું ઉલ્લંઘન ન કરે તે માટે તેમનું અસરકારક મોનિટરિંગ કરવા માટે ટ્રાન્સપોન્ડર્સ ફીટ કરવામાં આવી રહ્યા છે. તદુપરાંત તેઓ જો જાણી બૂઝીને આંતરરાષ્ટ્રીય જળસીમાનો ભંગ કરે તો તેમને આપવામાં આવેલા લાઈસન્સને ચોક્કસ સમયગાળા માટે પાછા ખેંચી લેવાય છે તેમ જ તેમને ડિઝલના આપવામાં આવતા લાભ પણ પાછા ખેંચી લેવાય છે.

પાકિસ્તાનની મરીન સિક્યોરિટીએ ફિશિંગ બોટનું અપહરણ કર્યું ત્યારથી રોજના રૂા.300 લેખે માછીમારોના પરિવારોને સહાય પણ પહોંચાડવામાં આવી રહી હોવાનું ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Eq6pD0
via IFTTT

Post a Comment

أحدث أقدم