
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 21 સપ્ટેમ્બર, 2020, સોમવાર
ખરીફ મોસમમાં પડેલા અતિશય વરસાદને પરિણામે 37 લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોના પાકને થયેલું નુકસાન ભરપાઈ કરી આપવા માટે ગુજરાત સરકાર ેરૂા. 3700 કરોડનું રાહત પૅકેજ આજે જાહેર કર્યું છે. મગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજી વગેરે પાકમાં થયેલા નુકસાન માટે સરકાર તરફથી વળતર આપવામાં આવશે.
અતિવૃષ્ટિને કારણે થયેલી પાકને નુકસાનીના સરકારે જાહેર કરેલા પૅકેજનો 27 લાખ ખેડૂતોને લાભ મળશે. ગુજરાતના 20 જિલ્લાાઓના 123 તાલુકાઓમાં 51 લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર થયું હતું. તેમાંથી 37 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન પહોચ્યું હોવાનું સરકારને અંદાજ છે.
જાહેર અગત્યની બાબત અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિયમ 44 હેઠળ નિવેદન આપતા પ્રસ્તુત જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતુંક ે ખેડૂતોના કુલ પાકમાંથી 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા કિસ્સામાં બે હેક્ટર માટે હેક્ટરદીઠ રૂા.10,000ની સહાય ચૂકવવામાં આવશે.બીજી તરફ ઓછી જમીન ધરાવનારા ખેડૂતોને ઓછામાં ઓછું રૂા.5000નું વળતર નિશ્ચિતપણે ચૂકવવાની સરકારે જાહેરાત કરી છે.
પાકની થયેલી નુકસાની માટે વળતર મેળવવા ખેડૂતો પહેલી ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવા માટોનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ખેડૂતોએ નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે. અરજી મળ્યા પછી મંજૂરીની પ્રક્રિયા કરવામાં આવશે. આ પ્રક્રિયાને અંતે સહાયની રકમ સીધી જ ખેડૂતોના બૅન્ક ખાતામાં જમા કરાવવામાં આવશે.
પાક નુકસાનીનો લાભ મેળવનારા જિલ્લા ને તાલુકાઓ
સહાય પૅકેજ હેઠળ કચ્છ જિલ્લાના અબડાદાસ, અંજાર, ભચાઉ, ભૂજ, ગાંધીધામ, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, રાપર તાલુકાને આવરી લેવામાં આવ્યા છે. આ જ રીતે દેવભૂમિ દ્વારકાના ભાણવડ, દ્વારકા, કલ્યાણપુર અને ખંભાળીયા તાલુકાને આવરી લેવાયા છે.
ભરૂચ જિલ્લાના આમોદ, અંકલેશ્વર, ભરૂચ, હાંસોટ, જંબુસર, ઝગડિયા, નેત્રંગ, વાગરા, વાલિયાનો સમાવેશ થાય છે. તેવી જ રીતે પાટણ જિલ્લાના ચાણસ્મા, હારીજ, રાધનપુર, સમી, સાંતલપુર અને શંખેશ્વરને આ જાહેરાત હેઠળ લાભ અપાશે.
અમદાવાદ જિલ્લાના બાવળા, દેત્રોજ, ધંધુકા, ધોલેરા, અને ધોળકોના ખેડૂતોને પૅકેજનો લાભ મળશે. મોરબી જિલ્લાના હળવદ, માળિયા, મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકાને ખેડૂતોને આ રાહત પૅકેજ હેઠળ આવરી લેવાયા છે.
જૂનાગઢ જિલ્લાના ભેસાણ, જૂનાગઢ, કેશોદ, માળિયા, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર, જૂનાગઢ શહેરના વિસ્તારોના ખેડૂતોને રાહત પૅકેજનો લાભ અપાશે.
દક્ષિણ ગુજરાતમાં સુરતના બારડોલી, મહૂવા, નાંડવી, માંગરોળ અને ઓલપાડ તથા ઉમરપાડા તાલુકાના તથા નવસારી જિલ્લાના જલાલપોરના ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા તથા આણંદ જિલ્લાના સોજિત્રા અને તારાપુર તાલુકાના ખેડૂતોને પણ રાહત પૅકેજ હેઠળ નુકસાનીનું વળતર આપવામાં આવશે.
જાનમગર, પોરબંદર, રાજકોટ, ગિરસોમનાથ, મહેસાણા અને બોટાદ જિલ્લાના ખેડૂતોને પેકેજનો લાભ મળશે
અમરેલી જિલ્લાના અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લીલીયા, રાજુલા, સાવરકુંડલા, કૂકાવાર જિલ્લાને તથા જામનગર જિલ્લાના ધ્રોલ, જામજોધપુર, જામનગર, જોડિયા, કાલાવાડ અને લાલપુર તાલુકોના ખેડૂતોને આ રાહત પૅકેજનો લાભ આપવામાં આવશે.
પોરબંદર જિલ્લાના કુતિયાણા, પોરબંદર અને રાણાવાવ તાલુકા તથા રાજકોટ જિલ્લાના ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડા સાંગાણી, લોધિકા, પડધરી, રાજકોટ અને ઉપલેટા તથા વિછીયા તાલુકાના ખેડૂતોને રાહત પૅકેજનો લાભ આપવામાં આવશે.
ગિરસોમનાથ જિલ્લાના ગિરગઢડા, કોડીનાર, સૂત્રાપાડા, તલાળા, ઉના, વેરાવળ તથા મહેસાણા જિલ્લાના બેચરાજી, કડી અને મહેસાણા તાલુકાના ખેડૂતોને આ રાહત પૅકેજનો લાભ આપવામાં આવશે.
બોટાદ જિલ્લાના બરવાળા, બોટાદ, ગઢડા, અને રાણપુરવને તથા સુરેન્દ્રનગર જિલ્લાના ટોચિટાલ, ચૂડા, દશાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મૂળી, સાયલા, થાનગઢ, અને વઢવાણના ખેડૂતોને પણ રાહત પૅકેજનો લાભ આપવામાં આવશે.
ભાવનગર જિલ્લાના ઉમરાળા, ભાવનગર, વલ્લભીપુર, જેસર, મહૂવા, શિહોર, તળાજા, ઘોઘા, ગારિયાધાર અને પાલિતણાના ખેડૂતોને પણ નુકસાનીનું વળથર મળશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mG9zUn
via IFTTT
إرسال تعليق