કોરોનાના દર્દીને પેટ કે પડખાભેર સુવડાવવાની પ્રોન પધ્ધતિ સફળ


રાજકોટ, તા. 21 સપ્ટેમ્બર, 2020, સોમવાર

આયુર્વેદમાં તો ડાબા પડખે સુવા ઉપર ભાર દેવાયો છે પરંતુ, હાલ કોરોના જીવલેણ બની ગયો છે અને તેનું મુખ્ય કારણ ઓક્સીજનનું શરીરમાં ઘટી જતું  પ્રમાણ હોય છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સીજનના બાટલા ચડાવવા કે વેન્ટીલેટર ઉપર રાખવાની જગ્યાએ અને તે ઉપરાંત અમુક સમય માટે પડખાભેર  કે પેટ ભેર (ઉંધા) સુવડાવવાની  પ્રોન થેરાપીનો મોટાપાયે ઉપયોગ શરૂ કરાયો છે.

એક અંદાજ પ્રમાણે વિશ્વમાં 7 ટકા લોકો ઉંધા સુવા ટેવાયેલા હોય છે અને તે પૂરો સમય ઉંઘ લેવા માટે યોગ્ય રીત ગણાવાતી નથી.જ્યારે એ.આર.ડી.એસ. (એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ)ના રોગોમાં આ થેરાપી લાંબા અરસાથી ઉપયોગમાં  લેવાતી રહી છે. આમ, ઉંધા પેટભેર સુવું એ એક સારવાર પધૃધતિ છે, કાયમી સુવાની પધૃધતિ નથી.

રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગમાં બે દાયકાથી ફરજ બજાવતા ડો.આરતી ત્રિવેદીએ જણાવ્યું કે જેમનું ઓક્સીજન લેવલ નિયત પ્રમાણ કરતા ઘટી ગયું હોય તેમને પેટભેર કે પડખાભેર  સુવડાવવાથી ઘણુ સારૂ પરિણામ મળ્યું છે.

કોરોના દર્દીને આૃર્ધો કલાક એક પડખે, આૃર્ધો કલાક બીજા પડખે અને પટેર સુવડાવવાની નાની એવી એક્સરસાઈઝના નોંધપાત્ર પરિણામો મળ્યા છે, દર્દીમાં ઓક્સીજનની માત્રા વધી છે, કારણ કે તેનાથી જે ફેફસાં જકડાઈ ગયા હોય તે ખુલે છે અને વધુ ખુલી જાય છે. ઓક્સીજન ચડાવવું, વેન્ટીલેટર ઉપર રાખવા સાથે અમે આ પધૃધતિ અપનાવી છે અને આ માટે પાંચ તજજ્ઞા તબીબોની ટીમ પણ કાર્યરત છે.

સિવિલ હોસ્પિટલે તો એવો દાવો પણ કર્યો છે કે આ પ્રોન થેરાપીની પણ સારવાર અપાયા બાદ 100 દર્દીઓ સાજા થયા છે અને તમને રજા આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે સોશ્યલ મિડીયામાં અનેક સાચા ખોટા મેસેજો વિડીયો વાયરલ  થતા હોય છે તેમાં આ રીતે સુવડાવવાનો વિડીયો પણ વાયરલ થયો છે પણ તેમાં દમ હોવાનું સિવિલના તબીબોની વાત પરથી જણાય છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZTrvkA
via IFTTT

Post a Comment

أحدث أقدم