
પાટીલના રેલી યોજવાના તાનાશાહી નિર્ણય સામે સરકાર લાચાર, ચારેકોરથી ભાજપ પર ફિટકાર
અમદાવાદ, તા. 10 સપ્ટેમ્બર, 2020, ગુરૂવાર
ગુજરાતમાં કોરોનાની મહામારીને કાબૂમા લેવા માટે રૂપાણી સરકાર ઉંધા માથે છે. કોરોના વોરિયર્સ ડોક્ટરો આજે જાનના જોખમે હોસ્પિટલોમાં ફરજ બજાવી કોરોનાને કાબુમાં લેવા તનતોડ મહેનત કરી રહ્યંા છે.
આઇએએસ અિધકારીઓ દિનરાત મહેનત કરી રહ્યાં છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જેના પર ચાર હાથ છે તેવા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રેલીઓ યોજી,હજારોની ભીડ એકત્ર કરીને કોરોનાને નોતરૂ આપ્યુ હતું.
એટલુ ંજ નહીં,વધતાં જતાં કોરોનાના સંક્રમણને વેગ આપ્યો હતો. ગુજરાતમાં સરકારની આૃથાગ મહેનતને લીધે માંડ કોરોના પર કાબૂ મેળવાયો હતો ત્યાં પાટીલે રેલીઓના તાયફા યોજી બધુય ખેદાનમેદાન કરી નાખ્યુ છે.
રાજ્ય આરોગ્ય સચિવ સહિતના અધિકારીઓની મહેનતને પગલે અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં કોરોના મહદઅંશે કાબૂમાં આવી શક્યો હતો ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળતા જ સી.આર.પાટીલે રૂપાણી સરકાર સામે શક્તિ પ્રદર્શન કરવા સૌરાષ્ટ્ર ્અને ઉત્તર ગુજરાતમાં રેલી-જાહેર સ્વાગત,બેઠકો યોજી હજારોની ભીડ એકત્ર કરાઇ હતી જેમાં માસ્ક - સોશિયલ ડિસટન્સના નિયમને નેવે મૂકાયાં હતાં જેના લીધે ભાજપના ધારાસભ્યો,પ્રદેશના નેતાઓ-કાર્યકરો એક પછી એક કોરોનાથી સંક્રમિત થવા માંડયા હતાં.
એટલું જ નહીં, કમલમમાં કાર્યાલય મંત્રી સહિતનો સ્ટાફ પણ કોરોનાનો ભોગ બન્યો હતો. ભાજપના કાર્યકરો જ હવે સુપર સ્પ્રેડર બન્યાં છે .આ ઉપરાંત હોસ્પિટલોમાં કેસો વધતાં ખુદ ડોકટરો પણ કોરોનામાં સપડાયા હતાં. રાજકોટમાં જ 100થી વધુ ડોક્ટરો કોરોનાનો શિકાર બન્યાં છે.અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશનની હોસ્પિટલોના 60 ડોક્ટરો કોરોનાથી સંક્રમિત થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદેશ પ્રમુખનો પદભાર સોંપતા સી.આર.પાટીલે રેલી યોજવાનો તાનાશાહી નિર્ણય લેતા રૂપાણી સરકાર જ નહીં, અધિકારી પણ લાચાર બન્યા હતાં. કહેવું તો કોને કહેવુ જેવુ દશા થઇ છે.
આ સંજોગોમાં એવી પરિસ્થિતીનુ નિર્માણ થયુ છેકે,હવે જયારે ભાજપની રેલી-જાહેર કાર્યક્રમને કારણે કોરોના વકર્યો છે ત્યારે લોકો ચારેકોરથી ભાજપ પર ફિટકાર વરસાવી રહ્યાં છે.એટલે સી.આર.પાટીલે તાયફા કર્યાંને ,ભાજપ સરકારને લોકોની ટિકાનો ભોગ બનવુ પડયુ છે.
લોકડાઉન પછી રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણય થકી પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે માંડ રાજકીય માહોલ ઉભો કર્યો ત્યારે ખુદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જ ભાજપ સરકાર અને સંગઠનને પ્રજાને કઠેડામાં ઉભી કરી દીધી છે. અત્યાર સુધી આ જ ભાજપે શરૂઆતના તબક્કામાં કોરોનાને ફેલાવવામાં તબલીગ જમાતને ઠેરવ્યુ હતું. હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તબલીગની ભૂમિકા અદા કરી છે તેવુ સોશિયલ મિડિયામાં ચર્ચા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32nibY5
via IFTTT
إرسال تعليق