પંચવટીના સિટી રત્ન કોમ્પલેક્ષમાં આગ, છ લોકોને રેસ્ક્યૂ કરાયા


અમદાવાદ, તા. 20 સપ્ટેમ્બર, 2020, રવિવાર

રવિવારે શહેરના પંચવટી વિસ્તારમાં આવેલા સિટી રત્ન બિલ્ડીંગના સાતમા માળે આવેલા એક સ્ટુડીયોમાં શોટસર્કીટથી આગ લાગતા ઘટનાને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. બિલ્ડીંગના છઠ્ઠા માળ પર ફસાયેલા છ લોકોને ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

આગને કારણે ઓફિસનું તમામ ફર્નિચર સહીતનું રેકર્ડ બળીને ખાક થઈ જવા પામ્યું છે.બિલ્ડીંગમાં લગાવાયેલા ફાયર સેફટીના સાધનો ખરા સમયે જ કામ ન લાગતા ફાયર સ્ટાફને પોતાની સિસ્ટમથી આગને નિયંત્રણમાં લેવાની ફરજ પડી હોવાનું જાણવા મળે છે.

પંચવટી વિસ્તારમાં આવેલા સિટી રત્ન બિલ્ડિંગમાં આગ લાગી હોવાનો કોલ ફાયર કંટ્રોલને મળતા ફાયરના અધિકારીઓ ફાયર જવાનો અને આઠ જેટલા વાહનો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

ફાયરના સુત્રોમાંથી મળતી માહીતી મુજબ,બપોરે ચારના સુમારે મળેલા આ અંગારકોલમાં બિલ્ડિંગના સાતમા માળ પર આવેલા એક સ્ટુડીયોમાં આગ લાગી હતી. રવિવારની રજાનો દિવસ હોવાથી બિલ્ડિંગમાં આવેલી ઓફીસો બંધ હતી.પરંતુ છઠ્ઠા માળે છ જેટલા લોકોને ફાયર સ્ટાફ દ્વારા સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

નોંધપાત્ર બાબત એ હતી કે,દસ માળના આ બિલ્ડીંગમાં લગાવાયેલા ફાયર સેફટીના સાધનો ખરે સમયે કામ ન લાગતા ફાયરના સ્ટાફને તેમની સિસ્ટમની મદદથી આગને નિયંત્રણમાં લેવાની ફરજ પડી હતી.જો કામકાજનો દિવસ હોત અને આગ લાગી હોત તો શું પરિસ્થિતિ સર્જાઈ હોત એ મોટો સવાલ આજે લોક મુખે ચર્ચાતો જોવા મળ્યો હતો.

રોયલ હાઈટ બિલ્ડિંગની આગમાં ચાર વાહનો બળીને ખાખ

શહેરના એસ.જી.હાઈવે પર આવેલી કે.ડી.હોસ્પિટલની સામે આવેલા રોયલ હાઈટ બિલ્ડીંગના ભોંયરામાં શનિવારે રાતે દસના સુમારે અચાનક શોટ સર્કીટથી આગ લાગતા ભોંયરામાં મુકવામાં આવેલી એક કાર ઉપરાંત ત્રણ ટુવ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hVeBJe
via IFTTT

Post a Comment

Previous Post Next Post