દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી


અમદાવાદ, તા. 20 સપ્ટેમ્બર, 2020, રવિવાર

ગુજરાતમાં અત્યારસુધી ૪૨ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૨૮% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગના મતે ગુજરાતમાં હાલ દક્ષિણપશ્ચિમથી પશ્ચિમ દિશાનો પવન છે. હાલની સ્થિતિ પ્રમાણે સોમવારે સુરત-ડાંગ-નવસારી-તાપી, મંગળવારે ડાંગ-તાપી, ગુરૂવારે છોટા ઉદેપુર-પંચમહાલ-દાહોદ, શુક્રવારે દાહોદ-પંચમહાલમાં ભારે વરસાદ પડી શકે છે. ' અમદાવાદમાં આજે દિવસનું તાપમાન ૩૬.૩ જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૯૦% નોંધાયું હતું.  હવામાન વિભાગના મતે અમદાવાદમાં આવતીકાલે છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.

જોકે, હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં હવે વરસાદની સંભાવના નથી અને આગામી દિવસોમાં બફારાનું પ્રમાણ વધી શકે છે.  ચોમાસાની વર્તમાન સિઝનમાં ૯.૮૪ ઈંચથી ઓછો વરસાદ પડયો હોય તેવા એકપણ તાલુકા નથી. ૧૫ તાલુકામાં ૯.૮૮થી ૧૯.૬૮ ઈંચ, ૧૨૫ તાલુકામાં ૧૯.૭૨થી ૩૯.૩૭ ઈંચ, ૧૧૧ તાલુકામાં ૧૯.૭૨ ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HjDqSo
via IFTTT

Post a Comment

Previous Post Next Post