
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 4 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર
ગુજરાત સરકારના જુદાં જુદાં વિભાગોમાં ભરતી કરવાને મુદ્દે મુખ્યમંત્રી આવતી કાલે જે વિશેષ જાહેરાત કરે તેવી સંભાવના છે. આજે ગુજરાત સરકાર દ્વારા ભરતી અંગે પહેલી ઓગસ્ટ 2018ના કરવામાં આવેલા પરિપત્રના માધ્યમથી મહિલાઓની જનરલ કેટેગરીમાં નિમણૂક મેળવવાને પાત્ર ગણાતી મહિલાઓ એસ.સી, કે એસ.ટી. ગમે તે વર્ગની હોય તેમને જનરલ કેટેગરીની 50 ટકા રિઝર્વ કેટેગરીમાં એડમિશન આપવું જોઈએ, તેવા હોઈકોર્ટના ચૂકાદાને પરિણામે તેમને એસ.સી. અને એસ.ટી.ની કેટેગરીમાં જ ફરજિયાત એડમિશન આપવાનું યોગ્ય નથી.આ સ્થિતિમાં સરકારની મૂંઝવણ વધી ગઈ હતી. પહેલી ઓગસ્ટ 2018ના પરિપત્રને ગુજરાત સરકારે રદ કરવાની ફરજ પડી રહી છે.
ગુજરાત સરકાર માટે હાઈકોર્ટનો ઓર્ડર બંધન કર્તા બની જતાં ના જુદાં જુદાં વિભાગોમાં ભરતી કરવાને મુદ્દે મુખ્યમંત્રી આજે વિશેષ જાહેરાત કરવાના છે. ગુજરાત સરકાર દ્વારા ભરતી અંગે પહેલી ઓગસ્ટ 2018ના કરવામાં આવેલા પરિપત્રના માધ્યમથી શિડયુલ કાસ્ટ અને શિડયૂલ ટ્રાઈબની પાત્રતા ધરાવતી મહિલાઓની જનરલ કેટેગરીમાં મહિલાઓ માટે રિઝર્વ કરવામાં આવેલી બેઠકોમાં આપવામાં આવ્યું નહોતું.
આ નિર્ણયને ગુજરાત હાઈકોર્ટે અયોગ્ય ગણાવ્યો હોવાથી નવા જ મુદ્દાઓ ઊભા થઈ રહયા છે. તનો ઉકેલ લાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે તેમના ખાસ અધિકારીઓની બેઠક બોલાવી હતી. આ મુદ્દે તેમણે તેમની સાથે વિગતવાર ચર્ચા કરી હતી. આ ચર્ચાના નિષ્કર્ષ અંગેની આખરી જાહેરાત આવતીકાલો સંભાવના હોવાનું બેઠકમાં ઉપસ્થિત સૂત્રોનું કહેવું છે.
ભરતીની નવી સિસ્ટમને કેવી રાખીને અન્યાય કર્તા ન બને તેવી તેનો અમલ કરાવવાની બાબતે આજે વિચાર વિનિમય કર્યો હતો. આ અંગે ચર્ચા કરવા માટે મળેલી બેઠકમાં કે. કૈલાસ નાથન ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણીએ પણ હાજરી આપી હતી. આ બેઠકમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચૅરમૅન પણ હાજર રહ્યા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lU37sD
via IFTTT
إرسال تعليق