
અમદાવાદ, તા. 4 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર
અમદાવાદમાં માઇક્રો કન્ટેન્મેન્ટ અને એકટિવ કેસોની સંખ્યામાં સારો એવો વધારો નોંધાયો છે. આ જોતા કોરોનાના કેસો પણ વધ્યા હોવાનું જણાય છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં સરકાર દ્વારા રિલીઝ કરાયેલી યાદી અનુસાર નવા 152 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જ્યારે સારવાર દરમ્યાન વધુ ચાર દર્દીઓના મૃત્યુ થયા છે.
ઉપરાંત સાજા થયેલાં 60 લોકોને જુદી જુદી હોસ્પિટલો અને હોમ આઇશોલેશનમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધી મ્યુનિ.ની હદમાં કુલ 30406 કેસો નોંધાયા છે. જ્યારે 1687 દર્દીના સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયા છે. બીજી તરફ કોરોનાને માત આપીને 25373 લોકો સાજા પણ થઈ ગયા છે. દરમ્યાનમાં ફરી કેસોની સંખ્યા 150ની ઉપર નીકળી ગઈ છે.
જ્યારે એકટિવ કેસો 3158 થઇ ગયા છે. જેમાં સૌથી વધુ પશ્ચિમના વિસ્તારોના જ 1594 છે. નવા પશ્ચિમ ઝોનના બોડકદેવ, સેટેલાઇટ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા વેજલપુર, મક્કતમપુરા, સરખેજના જ 1062 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનના વિસ્તારોમાં પણ કેસો વધ્યા છે.
હાલ કિર્તીસાગર એપા. જોધપુર, હેપી હાઇટસ બોપલ, રંગસાગર સોસા. ઠક્કરનગર, જીવનપ્રાણ નરોડા, જય કૃષ્ણા સોસા. બહેરામપુરા, વ્રજધામ એપા. ચાણકયપુરી, જયભાનુ સોસા. ચાંદલોડિયા, સૈલરાજ ટાવર બોડકદેવ વગેરે વિસ્તારોમાં સૌથી વધુ કેસો છે. બીજી તરફ કોરોનાથી બચવા લોકો આયુર્વેદિક નુસ્ખા અપનાવી રહ્યાં છે. જો કે આ તમામ બાબતો સારા વૈદ્ય કે ડોકટરની સલાહ મુજબ કરવી જોઈએ તેમ એક તબિબે જણાવ્યું હતું. કેમ કે વધુ પડતા ઉકાળા પીધા બાદ પેટની ગરબડ અને એસીડિટી ફરિયાદો અનેક ઘણી વધી ગઈ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jLlZYP
via IFTTT
إرسال تعليق