
બિલનો અમલ કરવાનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડવો જોઇએ, કેન્દ્ર તેને થોપી ન શકે : તૃણમુલ કોંગ્રેસ
નવી દિલ્હી, તા. 19 સપ્ટેમ્બર, 2020, શનિવાર
કોરોનાના દર્દીઓની સારવાર સાથે સંકળાયેલા ડોક્ટર અને હેલૃથ વર્કર પર હુમલા કરનારાઓને સાત વર્ષ સુધીની સજાની જોગવાઇ કરતા બિલને રાજ્યસભામાં પસાર કરી દેવામાં આવ્યું છે. ધ એપિડેમિક ડીસિઝ (સુધારા) બિલ 2020ને સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધન દ્વારા રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું હતું. આ બિલને વિપક્ષમાંથી મોટા ભાગના સાંસદોએ કેટલાક સવાલો સાથે સમર્થન આપતા તેને પસાર કરી દેવામાં આવ્યું હતું.
દેશમાં જ્યારે કોરોના મહામારીની શરૂઆત થઇ ત્યારે દર્દીઓને લેવા જતા ડોક્ટર અને એમ્બ્યૂલંસ પર ટોળાઓ દ્વારા પથૃથરમારાની ઘટનાઓ વધવા લાગી હતી. જેને પગલે સરકારે આવી ઘટનાઓને અટકાવવા માટે કાયદામાં સુધારા કરતુ બિલ રજુ કર્યું હતું.
જ્યારે આ બિલને વિપક્ષે સમર્થન આપ્યું હતું ત્યારે સાથે પ્રાઇવેટ હોસ્પિટલો કોરોના દર્દીઓ પાસેથી લાખો રૂપિયાના બિલ વસુલી જે લુંટ ચલાવી રહી છે તેને લઇને પણ સવાલો ઉઠાવ્યા હતા અને આવી હોસ્પિટલોના સંચલકો સામે આકરા પગલા લેવાની માગણી પણ કરી હતી. આ પહેલા એપ્રીલ મહિનામાં જ સરકારે કાયદામાં સુધારા માટે એક વટહુકમ બહાર પાડયો હતો, જેને બાદમાં બિલનું સ્વરૂપ આપીને સંસદમાં રજુ કરવામાં આવ્યું હતું.
તેથી આ સાત વર્ષની સજાની જોગવાઇ એપ્રીલ મહિનાથી જ ચાલી આવે છે અને હવે બિલ પસાર થઇ ગયું હોવાથી તે કાયદો પણ બની ગયું છે. જોકે જ્યારે બિલની ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ કહ્યું હતું કે કોરોના મહામારીમાં રાહત કાર્ય સાથે સંકળાયેલા ડોક્ટર ઉપરાંત પોલીસ કે અન્ય સ્ટાફ સંકળાયેલો હોય તો તેને પણ આ બિલમાં આવરી લેવા જોઇએ.
જ્યારે તૃણમુલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રેને વિરોધ કરતા કહ્યું હતું કે આ બિલમાં જે જોગવાઇ છે તેના અમલ અંગેનો નિર્ણય લેવાની સત્તા રાજ્ય સરકારોની હોવી જોઇએ કેન્દ્ર આ બિલ રાજ્યો પર થોપી ન શકે. જ્યારે સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે કહ્યું હતું કે આ સાથે જ સરકાર ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ પાસેથી જે લાખો રૂપિયા વસુલાઇ રહ્યા છે તેની સામે પગલા લેવા માટે પણ વિચારવું જોઇએ કેમ કે આવી હોસ્પિટલો આવી કોરોના મહામારીનો લાભ લઇને વ્યાપાર કરવા લાગી છે.
હેલ્થ વર્કર પર હુમલો બિનજામિનપાત્ર ગુનો
નવી દિલ્હી, તા. 19
હવેથી કોરોના દર્દીઓની સારવાર સાથે સંકળાયેલા કોઇ પણ ડોક્ટર, નર્સ કે હેલૃથ વર્કર પર હુમલો થાય તો તેવા સંજોગોમાં બિન જામિનપાત્ર ગુનો દાખલ કરવામા આવશે અને સાત વર્ષ સુધીની કેદ પણ થઇ શકે છે. સાથે જ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવામાં આવે તો તેમાં પણ નાણાકીય દંડ સહિતની જોગવાઇ છે. કેવા ગુનાને આચરવામાં આવ્યો છે તે પ્રમાણે સજા થશે, આ બિલમાં ત્રણ મહિનાથી લઇ પાંચ વર્ષ કે સાત વર્ષ ઉપરાંત 50 હજારથી બે લાખ રૂપિયાના દંડની જોગવાઇ છે. જો કોઇ આરોપીએ ડોક્ટર કે હેલૃથ વર્ક પર અતી જીવલેણ હુમલો કર્યો હોય તો તેવા સંજોગોમાં સાત વર્ષ સુધીની સજા થઇ શકે છે સાથે જ એક લાખથી પાંચ લાખ રૂપિયાનો દંડ પણ થશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RJxns4
via IFTTT
Post a Comment