ગુજરાતની કોલેજોમાં નવુ સત્ર શરૂ કરવા મુદ્દે સરકારે સૂચનો માંગ્યા


અમદાવાદ, તા. 25 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર

યુજીસીએ યુજી-પીજીની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે નવુ સત્ર 1લી નવેમ્બરથી શરૂ કરવાની જાહેરાત કરી છે ત્યારે સરકારના શિક્ષણ વિભાગે યુનિ.ઓ સાથે આ મુદ્દે મીટિંગ કરી હતી અને જેમાં સૂચનો મંગાવ્યા છે.

કોરોનાને લઈને પરીક્ષાઓ ,પરિણામ સાથે પ્રવેશ પણ મોડા થતા શૈક્ષણિક વર્ષ ખોરવાઈ ગયુ છે. આ વર્ષે પ્રવેશ લેનારા યુજી-પીજીના વિવિધ કોર્સના નવા વિદ્યાર્થીઓ માટે નવુ શૈક્ષણિક સત્ર- વર્ષ ક્યારથી ગણવુ તેને લઈને યુજીસીએ વિગતવાર ટાઈમટેબલ-ગાઈડલાઈન જાહેર કર્યા છે. 

જે મુજબ 1લી નવે.થી નવુ સત્ર શરૂ થનાર છે પરંતુ રાજ્યની યુનિ.ઓ-કોલેજોમાં ગાઈડલાઈનનો અમલ કયારથી કરવો, કઈ રીતે કરવો તે માટે યુનિ.ઓ પાસે સૂચનો મંગાયા છે.

કઈ યુનિ.માં કયા પ્રવેશ બાકી છે ,ક્યાં સુધી પુરા થશે કેટલા વિદ્યાર્થીઓ છે અને કયા જિલ્લાની શું શું સ્થિતિ છે તે સહિતનો રિપોર્ટ યુનિ.ઓ સરકારને આપશે ત્યારબાદ નવા સત્ર અંગે નિર્ણય લેવાશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3673P07
via IFTTT

Post a Comment

أحدث أقدم