
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 22 સપ્ટેમ્બર, 2020, મંગળવાર
ગુજરાત ઔદ્યોગિક તકરાર સુધારા વિધેયક આજે ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર કરી દેવામાં આવતા કંપનીના માલિકોએ 300થી ઓછા કર્મચારીઓને છૂટા કરીને કંપની બંધ કરવી હશે તો તેવા સંજોગોમાં તેમણે સરકારના કોઈપણ વિભાગ પાસેથી આગોતરી મંજૂરી લેવી પડશે નહિ.
માત્ર 300થી વધુ કારીગરોને છૂટા કરવા હશે તો જ તેવા સંજોગોમાં તેમણે સરકારના સંબંધિત વિભાગની આગોતરી મંજૂરી લેવી પડશે. અત્યારે 100થી વધુ કારીગરોને છૂટા કરતા પહેલા સરકારના જે તે વિભાગની મંજૂરી લેવાની જોગવાઈ કરવામાં આવેલી છે. આ મર્યાદા વધારીને 300 કામદારોની કરવામાં આવી છે.
કામદારોને છૂટા કરતી વેળાએ 15 દિવસના સરેરાશ પગારની વ્યવસ્થામાં ફેરફાર કરીને છેલ્લા ત્રણ મહિનાના સરેરાશ પગાર જેટલું વળતર છટણી વળતર તરીકે આપવાની જોગવાઈ આ વિધેયકને માધ્યમથી કરવામાં આવી છે. આ સાથે જ છટણીના કિસ્સામાં કામદારોને ફરજિયાત છ માસની નોટિસ આપવાની ફરજ પાડતી જોગવાઈ કાયદાના માધ્યમથી દાખલ કરવામાં આવી હોવાનું શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે માત્ર નોટિસના સમયગાળાનો પગાર આપીને કામદારોને છૂટા કરી શકાશે નહિ. કામદારને છૂટા કરતી વખતે કામદારે 20 વર્ષ નોકરી કરી હોય તો 20 વર્ષના દરેક વર્ષદીઠ 15 દિવસ ગણીને કર્મચારીને દસ મહિનાનો પગાર આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે.
પરંતુ હવે નવી જોગવઆઈ કરીને છેલ્લા ત્રણ મહિનાના સરેરાશ પગાર જટલી રકમ ગ્રેચ્યુઈટી તરીકે ચૂકવવાની જોગવાઈ દાખલ કરી છે. તેથી કામદારોને છટણી સમયે વધારાના રૂા. 300થી વધારે કામદારને છૂટા કરવામાં આવશે ત્યારે કામદારોને વધારાના 3 મહિનાનું વળતર મળશે. નવા સુધારેલા કાયદા હેઠળ કામદારને છૂટા કરતાં પહેલા ત્રણ માસની નોટિસ ફરજિયાત આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kC4OcH
via IFTTT
Post a Comment