'બન્ટી-બબલી'ની નકલી પોલીસ બનીને રૂા. 1.30 કરોડની લૂંટ


અમદાવાદ, તા. 22 સપ્ટેમ્બર, 2020, મંગળવાર

રામોલ પોલીસે સસ્તામાં સોનાની લાલચ આપી લોકો લૂંટતી નકલી પોલીસની ગેંગને ઝડપી પાડી છે. જેમાં પતિ પોલીસ  ઇન્સ્પેકટર બનતો અને પત્ની મહિલા પોલીસ અધિકારી બનીને દમ મારીનેે લૂંટ ચલાવતા હતા. પોલીસેે પતિ-પત્ની સહિત સાત વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ ટોળકીએ ગુજરાતમા કુલ 35 ગુના આચરીને રૂા. 1.30 કરોડની લૂંટ કરી હોવાનું બહાર આવ્યું છે.

રામોલ પોલીસે ચેોકકસ બાતમી આધારે ગઇકાલે મધરાતે  ન્યુ મણીનગર ચાર રસ્તા પાસે  શંકાસ્પદ કારને રોકી હતી જેમાં સવાર કારના ડ્રાઇવરે પોતાની ઓળખ અમરાઇવાડી પીએસઆઇ  હોવાની આપી હતી જેથી પોલીસે આઇકાર્ડ માંગતા તેણે નકલી આઇકાર્ડ પણ બતાવ્યું હતું.

તપાસ કરતાં આઇ  કાર્ડ બનાવટી કાર્ડ હોવાનું બહાર આવ્યું હતું  જેથી પોલીસે કારમાં સવાર સાત લોકોને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.  પોલીસ પૂછપરછમાં આ ટોળકી નકલી પોલીસ બનીને લોકોને લૂંટતી  હોવાની કબૂલાત કરતાં  પોલીસે  આરોપીઓની ધરપકડ કરી હતી.

પકડાયેલા શખ્સોમાં  મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વાત્રક સિંચાઇ કોલોની ખાતેનો વતની અને અમદાવાદમાં વસ્ત્રાલમાં બાપાસીતારામ ચોક પાસે આવેલા જીવન આર્ય ફ્લેટમાં રહેતા કિરીટકુમાર બાબુભાઇ અમીન  પોલીસ ઇન્સ્પેકટરનો સ્વાંગ રચતો હતો અને તેની પત્ની ભાવના અમીન મહિલા પોલીસ અધિકારી હોવાની ઓખળ આપતી હતી.

તથા ખેડાનાકપડવંજના અંતીસર ગામના જાવેદહુસેન ઉર્ફે કવાલ જહીરમીયા ચૌહાણ અને વસીમઅલી અસમતઅલી સૈયદ તમજ ખેડાના ઠાસરા પાસે રખિયાલ ગામના જગમોહન ઉર્ફે છોટે મોરારી રામ પ્રસાદ શાસ્ત્રી તેમજ અમદાવાદ વિવેકાનંદનગર હાથીજણ પાસે પુષ્પકસીટીમાં રહેતા અંકુર ભુપેન્દ્રભાઇ પટેલ અને અમદાવાદ પૂર્વ સીટી પરબડી વાળા ફળીયામાં રહેતા પંકજસિંહ બળવતસિંહ રાઠોડનો  સમાવેશ થાય છે.

પોલીસ તપાસમા ંઆ ટોળકી લોકાને ફોન કરીને સસ્તામાં સોનું તથા ડોલર આપવવાની વાત કરતી  અને  લોકો પૈસા લેવા આવે ત્યારે પોલીસ ઇન્સ્પેકટર હોવાની ઓળખ આપીને દમ મારીને લૂંટી લેતી હતી. પોલીસે મહિલા સહિત સાતની ધરપકડ કરી તપાસ કરતાં તેઓએ ગુજરાતમાં 35 ગુના આચરીને રૂા. 1.35 કરાડની લૂંટ આચરી હોવાનું બહાર આવ્યું છે.

મામલતદાર કચેરીમાં ક્લાર્કની નોકરી છોડી નકલી પોલીસ બન્યો

અમદાવાદ, મંગળવાર

રામોલ પોલીસે પકડેલો અને  વસ્ત્રાલમાં રહેતો કિરીટ અમીન અગાઉ મોડાસા ખાતે મામલતદાર કચેરીમાં  ક્લાર્ક તરીકે નોકરી કરતો રહતો. જો કે રાતો રાત રૂપિયા કમાવવા માટે તેણે પોલીસની વર્દી રિવોલ્વર સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરી હતી અને પત્ની સહિત સાત જણાની ગંેગ બનાવીને લોકોને પોતાની જાળમાં ફસાવીને લૂંટ ચલાવતો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32QXQdQ
via IFTTT

Post a Comment

Previous Post Next Post