અતિવૃષ્ટિથી પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને રૂા. 25000 કરોડનું નુકસાન


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 4 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર

અતિવૃષ્ટિને કારણે ખેતીને નુકસાન થયું હોવાનું જણાવીને તેનું વળતર ખેડૂતોને ચૂકવવાની એક તરફ માગણી ઊઠી રહી છે ત્યારે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે કે વીમા કંપનીઓ સાથેની ભાજપની સાઠગાંઠને પરિણામે ખેડૂતાનરૂા.25000નું નુકસાન થયું છે. 

અતિવૃષ્ટિને પરિણામે ખેડૂતોએ ખાતર, બિયારણ, દવા, ખેડ, પાણી અને મજૂરે પેટે ખર્ચેલા રૂા. 25000 કરોડનું નુકસાન થયું છે. આ સંજોગમાં ભાજપે તત્કાળ ખેડૂતોની મદદે ઊભા રહેવું જોઈેએ, પરંત સત્તાના મદમાં છકેલા ભાજપના શાસકો આ હકીકત પરત્વે આંખ આડા કાન કરી રહ્યા છે. 

પરેશ ધાનાણીએ એક અખબારી યાદીના માધ્યમથી જણાવ્યું છે કે ગુજરાતમાં અતિવૃષ્ટી થતાં જગતનો તાત ગણાતો ખેડૂત ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ગુજરાતના ગામેગામ ખેડૂતો રોઈ રહ્યા છે. છતાંય ગુજરાતની ભાજપ સરકાર અ સ્થિતિ સામે આંખ આડા કાન કરી રહ્યો છે.

ખેડૂતોએ ઉછીના પૈસાથી બિયારણ ખરીદીને વાવેતર કર્યા છે. ઉછીના પૈસાથી દવા લાવીને તેનો છંટકાવ કર્યો છે. ચોમાસું આરંભાયું ત્યારે આ વરસે સોળ આની પાક થવાની આશા બંધાઈ હતી. પરંતુ ગુજરાતમાં 162 ટકાથી વધુ વરસાદ થતાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પાકને ભારે નુકસાન થયું છે. 

વિપક્ષના નેતાએ આજે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામના ખેડૂતો તાણી તૂસીને મગફળી માટે મોંઘાભાવનું બિાયરણ ખરીદીને કરેલા વાવેતર પર અતિવૃષ્ટિના પાણી ફરી વળતાં 20 મણ મગફળીના ઉતારાને બદલે બિયારણના પૈસા પણ પાછા ન મળે તેવી ઉપજ મળવાની ધારણા છે. ઠોર માટે પાલો પણ ન થાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

આજે ખેતરના સારામાં સારા છોડમાં સિંગનો એક પણ દાણો દેખાતો નથી. ગુજરાતના ખેડૂતોને ભયંકર નુકસાની થઈ હોવા છતાંય સરકાર સમગ્ર સ્થિતિ સામે આંખ આડા કાન કરી રહી છે. ખેડૂતોની બાબતમાં ભાજપ સરકારે અપનાવેલી નીતિને પરિણામે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે.  મગફળીની માફક સોયાબિનના પાકને પણ ખાસ્સું નુકસાન થયું હોવાનું જણાય છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EQVouM
via IFTTT

Post a Comment

Previous Post Next Post