
અમદાવાદ, તા. 27 સપ્ટેમ્બર, 2020, રવિવાર
ગુજરાત યુનિ.દ્વારા આગામી 30મીથી યુજી-પીજીના છેલ્લા સેમેસ્ટરની ઓનલાઈન પરીક્ષા લેવામા આવનાર છે.જે માટે આજથી મોક ટેસ્ટ શરૂ કરાઈ છે.આજે પ્રથમ દિવસે ટેકનિકલ ખામીને લીધે 1500 જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપી શક્યા ન હતા.જો કે આવતીકાલે 28મીએ પણ તમામ વિદ્યાર્થીઓની ફરી મોક ટેસ્ટ લેવામા આવશે.
ગુજરાત યુનિ.દ્વારા યુજી-પીજીના વિવિધ કોર્સના છેલ્લા સેમેસ્ટરની રેગ્યુલર અને એક્સટર્નલની બે તબક્કામાં ઓફલાઈન પરીક્ષઆ સફળતા પૂર્વક પૂર્ણ કરી દેવાઈ છે.પરંતુ ઓનલાઈન પરીક્ષા હજુ સુધી લેવાઈ નથી.
ગુજરાતમાં ઓફલાઈન પરીક્ષાઓ અને તે પણ સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં લેખિત પરીક્ષાઓ લેવાનો સૌથી વધુ બહોળો અનુભવ ધરાવતી રાજ્યની સૌથી મોટી-જુની ગુજરાત યુનિ.ઓનલાઈન પરીક્ષામાં હજુ કાચી છે.
યુનિ. 70 વર્ષે પણ હજુ ઓનલાઈન પરીક્ષાની પુરી સીસ્ટમ વિકસાવી શકી ન હોઈ ઓનલાઈન પરીક્ષા માટે પ્રાઈવેટ એજન્સી રોકવી પડી છે. યુનિ.ની ઓનલાઈન પરીક્ષા માટે ડિવાઈઝ રજિસ્ટ્રેશન કરનારા 6100 વિદ્યાર્થીઓની આજથી મોક ટેસ્ટ ગોઠવવામા આવી હતી.
આજે પ્રથમ દિવસે 6100માંથી 100 ગેરહાજર હતા અને 6 હજારમાંથી 4500 વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ આપી શક્યા છે.જ્યારે ટેકનિકલ ખામીને લીધે 1500 વિદ્યાર્થી પરીક્ષા આપી શક્યા નથી. ટેકનિકલ ખામીને લીધે સાંજે ફરીથી ઘણા વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવાઈ હતી પરંતુ તેમ છતાં અનેક વિદ્યાર્થી ફરીથી પણ આપી શક્યા ન હતા.
બી.કોમ-એલ.એલ.બી સહિતના વિદ્યાર્થીઓ લોગ ઈન જ કરી શકતા ન હતા.સર્વરમાં ટેકનિકલ ખામીને લીધે પ્રશ્નો પણ દેખાતા ન હતા.જો કે યુનિ.એ પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે ે સિક્યુરિટી ફીચર્સ થોડા વધુ હાર્ડ રાખ્યા છે.અનેક વિદ્યાર્થીઓએ પણ સૂચનાઓ વાંચ્યા વગર ભૂલો કરી હતી.
ધો.12 સા.પ્ર.ની આજથી પુરક પરીક્ષા: 1.24 લાખ વિદ્યાર્થી
અમદાવાદ,રવિવાર
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે 28મીથી ધો.12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા શરૂ થનાર છે.બોર્ડ દ્વારા આ વર્ષે બે વિષયમાં નાપાસ માટે પુરક પરીક્ષા લેવાઈ રહી છે જેથી ચાલુ વર્ષે બેમાં નાપાસ સહિત જુના પણ અનેક વિદ્યાર્થીએ ફોર્મ ભરતા 1.24 લાખ જેટલા વિદ્યાર્થીઓ પુરક પરીક્ષા માટે નોંધાયા છે. કોરોનાના વધતા કેસો વચ્ચે આવતીકાલે બોર્ડ દ્વારા રાજ્યભરના જિલ્લા કેન્દ્રોમાં પુરક પરીક્ષા લેવાનાર છે.
જો કે બોર્ડ દ્વારા અગાઉ ગુજકેટ અને ધો.10 -12 સાયન્સની પુરક પરીક્ષા પણ કોરોના વચ્ચે લેવાઈ ચુકી છે.બોર્ડ દ્વારા પરીક્ષાને લઈને તમામ તકેદારીના પગલા લેવામા આવ્યા છે.પરીક્ષા 6ઠ્ઠી ઓક્ટોબર સુધી ચાલશે.જેનું પરિણામ ઓક્ટોબર અંત સુધીમા આવશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/343EPEj
via IFTTT
إرسال تعليق