કોમર્સમાં 28 હજારથી વધુ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો : 12633 બેઠકો ખાલી


અમદાવાદ, તા. 27 સપ્ટેમ્બર, 2020, રવિવાર

ગુજરાત યુનિ.દ્વારા ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત કોમર્સમાં ચાર રાઉન્ડ પૂર્ણ કરી દેવાયા છે.ચાર રાઉન્ડને અંતે હવે 12633 બેઠકો ખાલી છે.જ્યારે 28111 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. પ્રવેશ સમિતિએ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ જાહેર કરી છે. જ્યારે હવે ખાલી બેઠકો માટે કોલેજ લેવલે આંતરિક મેરિટથી બેઠકો ભરવી કે ઓફલાઈન રાઉન્ડ કરવો તે મુદ્દે યુનિ.નિર્ણય કરશે.

બી.કોમ,બીબીએ-બીસીએ અને ઈન્ટિગ્રેટેડ એમબીએ સહિતના કોમર્સ ફેકલ્ટીના વિવિધ કોર્સની આ વર્ષે 40744 બેઠકો સામે 36 હજારથી વધુ વિદ્યાર્થી રજિસ્ટર્ડ થયા હતા.આમ પ્રવેશ પ્રક્રિયા પહેલા જ 4 હજારથી વધુ બેઠકો ખાલી પડી હતી.

યુનિ.દ્વારા એક,બે નહી પરંતુ ચાર ઓનલાઈન એડમિશન રાઉડન્ડ કરવામા આવ્યા.ચોથા રાઉન્ડમાં  માંડ 2899 વિદ્યાર્થીએ જ પ્રવેશ લીધો હતો. જેમાંથી 2797 વિદ્યાર્થીઓને કોલેજ ફાળવવામા આવી હતી. જેમાંથી 1502 વિદ્યાર્થીએ ફાળવેલી કોલેજમાં ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. 

જ્યારે 1295 વિદ્યાર્થીઓએ તેમની ચોઈસ અને મેરિટ મુજબ કોલેજ મળી છતાં ફી ભરી નથી અને પ્રવેશ કન્ફર્મ કર્યો નથી.આમ હવે ચાર રાઉન્ડના ચાર અંતે 12633 બેઠકો ખાલી પડી છે.જેમાં સૌથી વધુ બી.કોમની છે અને બી.કોમમાં સૌથી વધુ ગુજરાતી માધ્યમની બેઠકો ખાલી છે.

બીબીએ-બીસીએ સહિતના તમામ કોર્સમાં બેઠકો ખાલી છે.ચાર રાઉન્ડમાં કુલ મળીને  28111 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવી લીધો છે. ખાલી પડેલી બેઠકો હવે જે તે કોેલેજોને પોતાની રીતે ભરવા આપવી કે ઓફલાઈન સેન્ટ્રલાઈઝડ રાઉન્ડ કરવો તે  હજુ નક્કી નથી.

જો કે કોમર્સ ડીનની અધ્યક્ષતાવાળી પ્રવેશ સમિતિએ તો ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ જાહેર કરી દીધી છે અને હવે કોઈ પણ રાઉન્ડ ન કરવાનું જાહેર કરી દીધુ છે.જ્યારે 12 સા.પ્ર.ની પુરક પરીક્ષા બાદ તેના પરિણામના આધારે હવે ખાલી બેઠકો ભરાશે.આ વર્ષે પુરકમાં વધુ વિદ્યાર્થીઓ હોવાથી કોલેજ લેવલે વધુ બેઠકો ભરાશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2S4jXqR
via IFTTT

Post a Comment

أحدث أقدم