14 વર્ષની કિશોરીને માસીએ ઠપકો આપતા આપઘાત કર્યો


અમદાવાદ, તા. 25 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર

ગોતામાં રહેતી 14 વર્ષની કિસોરીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. કિશોરી ઘરની બહાર કોઈ છોકરા સાથે વાત કરતી હોવાથી તેની માસીએ તેને ઠપકો આપ્યો હતો. આથી લાગી આવતા તેણે આ પગલું ભર્યું હોવાનું સોલા પોલીસે જણાવ્યું હતું.

ગોતામાં વસંતનગર ભગવતીનગર ખાતે આશીકી મિલનકુમાર વડેરા(14) તેના માતાપિતા સાથે રહેતી હતી અને ધો.8માં અભ્યાસ કરતી હતી. 24 સપ્ટેમ્બરના રોજ બપોરે તેણે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે સોલા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા સોલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. 

પોલીસના જણાવ્યા મુજબ આશીકી તેના ઘરની બહાર ઉભી રહીને કોઈ છોકરા સાથે વાતચીત કરી રહી હતી. જે તેની માસી જોઈ જતા માસીએ તેને ઠપકો આપ્યો હતો.આથી કિશોરીને લાગી આવતા તેણે ઘરમાં જઈને પંખા સાથે દપ્ટ્ટો લગાવીને ગળાફાંસો ખાઈ લીધો હતો. સોલા પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/330OLPz
via IFTTT

Post a Comment

أحدث أقدم