લાંચકાંડમાં PSI શ્વેતા જાડેજાના બનેવી સામે ધરપકડ વોરંટ જારી


અમદાવાદ, તા. 24 ઓગસ્ટ, 2020, સોમવાર

દુષ્કર્નના આરોપી પાસેથી રૂપિયા 35 લાખની લાંચ લેવાના કેસમાં કેસમાં મહિલા પોલીસ સ્ટેશન(પશ્ચિમ)ના પી.એસ.આઇ. શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્ર નાથાભાઇ ઓડેદરા સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે.

રાજકોટ જિલ્લના ઉપલેટામાં રહેતા બનેવી દેેવેન્દ્રએ ફેબુ્રઆરીમાં આંગડિયા મારફતે રૂપિયા 30 લાખની લાંચ મેળવી હોવાની રજૂઆત સાથે સરકારે વોરંટ ઇશ્યુ કરવા અરજી કરી હતી, જે એ.સી.બી. કોર્ટે ગ્રાહ્ય રાખી છે.

એ.સી.બી . તરફથી કરવામા ંઆવેલી અરજીમાં સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે ઉપલેટા તાલુકના પ્રાસલામાં રહેતો આરોપી દેવેન્દ્ર આરોપી હાલ પોલીસને મળી રહ્યો નથી. ફરિયાદી દ્વારા અમદાવાદથી જામનગરના જામજોધપુરમાં આંગડિયું કરવામાંઆવતું હતું અને આ આંગડિયું આરોપી પોલીસ ધિકારી શ્વેતા જાડેજાનો બનેવી દેવેન્દ્ર ઓડેદરા સ્વીકારતો હતો.

ફેબુ્રઆરીના એક મહિનામાં તેણે કુલ રૂપિયા 40 લાખ આંગડિયા દ્વારા સ્વીકાર્યા છે. હાલ તે ધરપકડ ટાળવા નાસી રહ્યો છે. તેથી કેસની તપાસ માટે તેની ધરપકડ થાય તે જરૂરી છે. સરકારની રજૂઆતને ગ્રાહ્ય રાખી કોર્ટે વોરંટ ઇશ્યુ કર્યું છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EelszG
via IFTTT

Post a Comment

Previous Post Next Post