સુનીલ કક્કડની સંપત્તિની હરાજીની અરજી NCLTએ ફગાવી દીધી


અમદાવાદ, તા. 24 ઓગસ્ટ, 2020, સોમવાર

રૂપિયા 900 કરોડના બેન્ક કૌભાંડ કેસના આરોપી સુનીલ કક્ડની કંપની સાઇ ઇન્ફોસિસ્ટમ લિમિટેડની સંપત્તિની હરાજી કરવાની લેણદારોની પિટિશન એન.સી.એલ.ટી. (નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ)ની અમદાવાદ બેન્ચે ફગાવી છે. ટ્રિબ્યુનલે કહ્યું છે કે સુનીલ કક્ડ સામેનો કેસ કોર્ટમાં હજુ ચાલી રહ્યો છે, તેથી અત્યારે તેની સંપત્તની હરાજી કરી શકાય નહીં. 

વર્ષ 2015માં ચેડાં કરેલી બેલેન્સશીટ દર્શાવી બેન્કો પાસેથી નાણાં લેવાના તેમજ કર્મચારીઓને પગાર ન ચૂકવવાના કેસમાં ઇ.ડી.(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)એ સુનીલ ક્કડની ધરપકડ કરી હતી.

ત્યારબાદ ઇ.ડી.એ તેની સામે  મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી તેની કેટલીક સંપત્તિ પણ ટાંચમાં લીધી હતી. સુનીલ કક્ડની સાઇ ઇન્ફોસિસ્ટમ નાદાર બનતાં લેણદારોએ ગત નવેમ્બરમાં બેન્કરપ્સી અને ઇન્સોલવન્સી એક્ટ હેઠળ દેવું વસૂલ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

થોડાં સમય પહેલાં લેણદારોએ સાઇ ઇન્ફો સિસ્ટમની કેટલી સંપત્તિની ઓનલાઇન હરાજીની નોટિસ બહાર પાડી હતી. જેની સામે ઇ.ડી.એ ગત સાતમી ઓગસ્ટના રોજ લેણદારોને નોટિસ પાઠવી હતી કે લેણદારો અત્યારે કોઇ સંપત્તિની હરાજી ન કરે.

ઇ.ડી.ની આ નોટિસ સામે લેણદારોએ ટ્રિબ્યુનલમાં પિટિશન કરી હતી. ટ્રિબ્યુનલે અરજી ફગાવતાં કહ્યું છે કે આ કેસ હજુ કોર્ટ સામે હોવાથી અત્યારે સંપત્તિની હરાજી કરી શકાય નહી. વર્ષ 2017માં સુનીલ કક્ડની આફ્રિરન દેશ લાઇબેરિયાથી ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તે સાબરમતી જેલમાં છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EwlYZy
via IFTTT

Post a Comment

Previous Post Next Post