
અમદાવાદ, તા. 9 ઓગસ્ટ, 2020, રવિવાર
અમદાવાદમાં કોરોનાના દર્દીઓનો મેડિકલ વેસ્ટ ઉઠાવનારા સફાઇકર્મીઓ સહિતના સ્ટાફને પી.પી.ઇ. કિટ સહિતના સેફટી ગિયર્સ પૂરા પાડવા ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યો છે.
જાહેર હિતની એક રિટમાં ફરિયાદ કરવામાં આવી હતી કે વિદેશથી આવેલા તેમજ ક્વોરન્ટાઇનમાં રહેતા લોકોને ઘરે કચરો એકઠો કરવા સફાઇકર્મીઓને કોઇ સલામતી વગર મોકલવામાં આવે છે. હાઇકોર્ટે આ સફાઇકર્મીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો આદેશ આપી રિટનો નિકાલ કર્યો છે.
રિટમાં અરજદારની રજૂઆત હતી કે ઘણાં કોન્ટ્રાક્ટરો ક્વોરન્ટાઇન હોમ, વિદેશથી આવેલાં લ ોકો તેમજ હોમ ક્વોરન્ટાઇમાં રહેતાં લોકોને ત્યાં મેડિકલ વેસ્ટ સહિતનો કચરો લેવા માટે સફાઇકર્મીઓને સલામતી વગર મોકલે છે, તેથી કોર્પોરેશને આ પ્રકારના કોન્ટ્રાક્ટ રદ કરવા જોઇએ અને કોવિડ-19 અંગેની સ્વાસ્થય માર્ગદર્શિકા પ્રમાણે કોઇ વ્યવસ્થા ગોઠવવી જોઇએ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે અમદાવાદમાં વણસેલી પરિસ્થિતિ બાદ આ પ્રકારનો મેડિકલ વેસ્ટ એકઠો કરતા સફાઇકર્મીઓની પસંદગી તેમજ સમગ્ર પ્રક્રિયા માટે નિયમો અને માર્ગદર્શિકા બનાવવામાં આવ્યા છે.
કચરો એકઠો કરવા માટે ચાર કર્મચારીઓની ટીમ કામ કરે છે, જેમાં ડ્રાઇવર, મેનેજર, હેલ્પર અને સુપરવાઇઝર કામ કરે છે. જર્મ સુટ સહિતના સેફટી ગિયર સાથે આ કર્મચારીઓ કચરો એકઠો કરે છે. કચરો એકઠો કરવા સમયે કે નિકાલ સમયે ક્યાંય કોવિડ દર્દી કે તેને લગતી વસ્તુઓનો સ્પર્શ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે.
બન્ને પક્ષોની રજૂઆત બાદ હાઇકોર્ટે આદેશ કર્યો છે કે કચરો એકઠો કરવાની કામગીરી સમાજના અશિક્ષિત અને ગરીબ વર્ગમાંથી આવે છે, તેમની સમસ્યાઓ તેઓ યોગ્ય રીતે યોગ્ય સત્તાધિશો સમક્ષ રજૂ કરી શકતા નથી, તેથી આ કામગીરી સાથે સંકળાયેલા લોકોની સલામતી સાથે કોઇ બાઁધછોડ ન થવી જોઇએ. તેમને પી.પી.ઇ. કિટ સહિતના તમામ સલામતી સાધનો મળે તે જરૂરી છે. આ ઉપરાંત તેમની સલામતી માટે બનાવેલી માર્ગદર્શિકાનું પાલન પણ થવું જોઇએ.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aaRUOD
via IFTTT
إرسال تعليق