
અમદાવાદ, તા. 17 ઓગસ્ટ, 2020, સોમવાર
અમદાવાદની એક દેવાદાર કંપનીને ટેકઓવર કર્યા બાદ બિડીંગ કંપની લોકડાઉનના કારણે આર્થિક મુશ્કેલીમાં આવતા નાણા ચૂકવવાના પ્લાનને લંબાવવા માટે એન.સી.એલ.ટી. (નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ)ની અમદાવાદ બેન્ચમાં પિટિશન કરી હતી. જેમાં ટ્રિબ્યુનલે આ કંપનીની અરજી ગ્રાહ્ય રાખી નાણા ચૂકવવાના પ્લાનની મુદત વધારતો આદેશ કર્યો છે.
અમદાવાદની શૈફાલી રોલ્સ લિમિટેડ નાદાર થતાં ફિનકાસ્ટ ફાઉન્ડર્સ એન્ડ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડે આ કંપનીને ટેકઓવર કરવાનો નિર્ણય કર્યો હતો. મે-2019માં ફિનકાસ્ટે કંપની ખરીદવા 19.20 કરોડ ઓફર કર્યા હતા અને આ રકમ નવેમ્બર-2020 સુધીમાં જમા કરાવાવની હતી. ગત ફેબુ્રઆરી સુધીમાં ફિનકાસ્ટે 6.77 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા.
જો કે લોકડાઉનના કારણે બિડીંગ કંપની ફિનકાસ્ટ આર્થિક મુશ્કેલીમાં આવતા તેણે કંપનીના તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે બેઠક કરી હતી અને ચૂકવણીના પ્લાનની મુદત વધે તે અંગે સર્વાનુમત દર્શાવવામાં આવ્યો હતો. જેથી આ અંગે ફિનકાસ્ટે ટ્રિબ્યુનલમાં પિટિશન કરી હતી અને અન્ય સ્ટેકહોલ્ડર્સ પણ સહમત હોવા અંગેનું સોગંદનામું આપ્યું હતું.
કોરોનાના કારણે આર્થિક મંદીની પરિસ્થિતિ હોવા અંગેની રજૂઆત છતાં ટ્રિબ્યુનલે આ પેમેન્ટ પ્લાનની મુદત વધારી છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન ટ્રિબ્યુનલ સમક્ષ આ પ્રકારે પેમેન્ટ પ્લાનની મુદત વધારવાની પિટિશનો આવતી હતી પરંતુ લોકડાઉન બાદ પણ આવી કોઇ પિટિશન આવી હોય તેવી પ્રથમ ઘટના છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h6pUhL
via IFTTT
إرسال تعليق