
અમદાવાદ, તા. 17 ઓગસ્ટ, 2020, સોમવાર
ચાલુ માસના અંતમાં નિવૃત થનારાં મુખ્ય સચિવ અનિલ મુકિમને વધુ છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. કોરોનાની મહામારી,પૂર-વરસાદની પરિસિૃથતી વચ્ચે રાજ્ય સરકારે અનિલ મુકિમને એક્સટેન્શન આપવાની કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી જે ગ્રાહ્ય રાખવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડબુકમાં સૃથાન ધરાવતાં અનિલ મુકિમ હવે ફેબુ્રઆરી-2021 સુધી મુખ્ય સચિવપદે યથાવત રહેશે. ગુજરાતમાં કોરોનાની સિૃથતી હજુય કાબુમાં આવી શકી નથી. આ તરફ,મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં પુરની સિૃથતી સર્જાઇ છે.
આ પરિસિૃથતી વચ્ચે મુખ્ય સચિવ અનિલ મુકિમનો કાર્યકાળ ઓગષ્ટના અંતમાં પૂર્ણ થઇ રહ્યો હતો પણ રાજ્ય સરકારે નવા મુખ્ય સચિવની નિયુક્તિને બદલે અનિલ મુકિમને જ મુખ્ય સચિવપદે યથાવત રાખવા નિર્ણય કર્યો હતો. આ કારણોસર રાજ્ય સરકારે અનિલ મુકિમને એક્સટેન્શન આપવા કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી.રાજ્ય સરકારની આ વિનંતીને કેન્દ્ર સરકારે ગ્રાહય રાખી મુકિમને મુખ્ય સચિવપદે છ મહિનાનુ એક્સટેન્શન આપ્યુ હતું.
ઉલ્લેખનીય છેકે,વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનિલ મુકિમને દિલ્હી બોલાવી માઇન્સ વિભાગ સહિત અન્ય વિભાગનો કાર્યભાર સોંપ્યો હતો.પણ જે.એન.સિંઘની મુખ્ય સચિવપદેથી વિદાય થયા બાદ અનિલ મુકિમની મુખ્ય સચિવપદે પસંદગી કરવામાં આવી હતી જેથી મુકિમ ફરી ગુજરાત પરત ફર્યા હતાં.
કુશળ બ્યુરોક્રેટ ગણાતાં અનિલ મુકિમ ઓગષ્ટના અંતમાં નિવૃત થનારાં હતાં ત્યારે સચિવાલયમાં નવા મુખ્યસચિવ તરીકે પંકજ કુમાર અને રાજીવ કુમાર ગુપ્તા સહિતના અિધકારીઓના નામ ચર્ચામાં હતાં. પણ રાજ્ય સરકારે અનિલ મુકિમને એક્સટેન્શન આપવાનુ નક્કી કરી આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધુ હતું.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/312yvwz
via IFTTT
إرسال تعليق