
અમદાવાદ, તા. 24 ઓગસ્ટ, 2020, સોમવાર
એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓને ફરજીયાત કોવિડ સહાય તરીકે ડયુટી આપવાના રાજ્ય સરકારના આદેશ સામે વિદ્યાર્થીઓએ કરેલી રિટ હાઇકોર્ટે ફગાવી છે. હાઇકોર્ટ અરજદાર વિદ્યાર્થીઓને ટકોર કરી છે કે આ વિદ્યાર્થીઓ હજુ તબીબી સેવા માટે સજ્જ ન હોય તે સમજી શકાય પરંતુ તેઓ એવું ન કહી શકે કે તેઓ તબીબી ક્ષેત્રે આપવામાં આવતી ફરજ નહીં બજાવે. વિદ્યાર્થીઓ કોવિડ ડયુટીથી ડરી રહ્યા છે કે પોતાને સુરક્ષિત કરી રહ્યા છે?
વિદ્યાર્થીઓની રિટનો નિકાલ કરતા હાઇકોર્ટ નોંધ્યું છે કે તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. અત્યારે તેઓ તબીબી સેવા આપવા માટે સજ્જ અને તાલીમબદ્ધ ન હોય તે સમજી શકાય પરંતુ તેઓ આવી રીતે ફરજ બજાવવાની ના કહી શકે નહીં. અરજદાર વિદ્યાર્થીઓ તેમની જાહેર હિતની ફરજથી દૂર થવા માગે છે? કોવિડ ડયુટીથી ડરી રહ્યાં છે કે પછી સમાજની ચિંતા છોડી પોતાને સુરક્ષિત રાખવા માગે છે?
આ ઉપરાંત હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે કે વિદ્યાર્થીઓને તેમની કામગીરી માટેની યોગ્ય તાલીમ આપવામાં આવે જેથી તેમનામાં આત્મવિશ્વાસનો સંચાર થાય. આ ઉપરાંત તેઓ જે કામગીરી કરે તેની નોંધ લેવામાં આવે અને સ્ટાઇપેન્ડ આપવામાં આવે. વિદ્યાર્થીો, તેમના પરિવાર કે આસપાસના લોકોના જીવ જોખમમાં ન મૂકાય તે માટે તેમને સેલ્ફ આઇસોલેશનની યોગ્ય વ્યવસ્થા આપવામાં આવે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CUjFij
via IFTTT
إرسال تعليق