ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણમાં આ વર્ષે શૈક્ષણિક પ્રથમ સત્ર બગડ્યું


અમદાવાદ, તા. 24 ઓગસ્ટ, 2020, સોમવાર

કોરાનાને લીધે આ વર્ષે  ધો.12 પછીના ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણમાં  લગભગ એક સત્ર જ આખું બગડયુ છે. સપ્ટેમ્બર શરૂ થવા આવનાર છે ત્યારે હજુ ઈજનેરીમાં -મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા પુરી શરૂ થઈ નથી અને કોમર્સ-સાયન્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પરંતુ હજારો બેઠકો ખાલી હોવાથી નવુ સત્ર પુરી રીતે શરૂ થઈ શક્યુ નથી.અને બીજી બાજુ કોલેજો બંધ છે.

ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી સહિતના ટેકનિકલ કોર્સમાં આ વર્ષે લગભગ પ્રથમ શૈક્ષણિક સત્રનો અભ્યાસ વિદ્યાર્થીનો પુરી રીતે બગડયો ે.ઈજનેરીમાં રજિસ્ટ્રેશન પણ સપ્ટેમ્બર સુધી ચાલનાર છે અને જેઈઈ મેઈન પણ બાકી છે.આર્કિટેકચરમાં તો હજુ નાટા પણ લેવાઈ નથી તેમજ રજિસ્ટ્રેશન પણ થયુ નથી.આ ઉપરાંત મેડિકલમાં પણ પ્રવેશ પ્રક્રિયા થઈ નથી અને નીટ પણ હજુ બાકી છે. 

બીજી બાજુ કોમર્સ,આર્ટસ સહિતના ઉચ્ચ શિક્ષણના કોર્સમાં પણ પ્રવેશ પ્રક્રિયા હજુ સંપૂર્ણ પુરી થઈ શકી નથી. તો યુજીની પરીક્ષા-પરિણામો બાકી હોવાથી પીજીમાં પ્રવેશ પ્રક્રિયા જ થઈ નથી. ધો.12 પછીના કોમર્સમાં અને સાયન્સમાં બે બે રાઉન્ડ બાદ પણ હજારો બેઠકો ખાલી છે.બીએસસીમાં તો કોલેજોની હાલત વધુ કફોડી છે અને વિદ્યાર્થીઓ પણ મુંઝવણ ભરી  સ્થિતિમાં છે. 

મેડિકલ-પેરામેડિકલ -ફાર્મસી પ્રવેશ બાકી હોવાથી આ કોર્સમાં જવા માંગતા વિદ્યાર્થીઓ બીએસસીમાં રજિટ્રેશન  કરીને બેઠા પરંતુ પ્રવેશ કન્ફર્મ નથી કરતા. મેડિકલ-પેરામેડિક પ્રવેશ ઓક્ટોબર અંતમાં પુરા થાય તેમ છે.જેથી શૈક્ષણિક સત્ર કાગળ પર શરૂ થઈ જવા છતાં પણ બીએસસીમાં  હવે ભણવાનું તો સંપૂર્ણ રીતે ઓક્ટોબર  બાદ જ થશે.

દેશમાં કોરોનાના કેસની સંખ્યા વધતા હજુ સપ્ટેમ્બરમાં પણ કોલેજો-સ્કૂલો  ખુલ તેમ નથી. પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ પુરી થતા અને કોલેજોમાં ક્લાસરૂમ શિક્ષણ શરૂ થતા હવે દિવાળી આવી જાય તેમ છે જેથી દિવાળી વેકેશન બાદ જ હવે સારી રીતે શિક્ષણ કાર્ય શરૂ થાય તેવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31q8bwH
via IFTTT

Post a Comment

أحدث أقدم