
અમદાવાદ, તા. 9 ઓગસ્ટ, 2020, રવિવાર
જીટીયુ દ્વારા 30મી જુલાઈથી યુજી-પીજી અને ડિપ્લોમામાં ઓનલાઈન પરીક્ષા શરૂ કરાયા બાદ અનેક વિદ્યાર્થીઓએ ઓફલાઈનને બદલે ઓનલાઈન પરીક્ષાની માંગ કરી હતી અને જેને પગલે જીટીયુ દ્વારા 7મીથી ફરીથી વિકલ્પ પસંદગી માટે રજિસ્ટ્રેશન કરાયુ હતુ.જેમાં 24 હજારથી વધુ વિદ્યાર્થીએ ઓનલાઈન પરીક્ષા માટે વિકલ્પ પસંદ કર્યો છે જ્યારે પાંચ હજાર જેટલા વિદ્યાર્થીએ ઓફલાઈન પરીક્ષા આપવાનું પસંદ કર્યુ છે.
ગુજરાતમાં પ્રથમવાર સરકારની સ્ટેટ યુનિ.એવી જીટીયુ દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવાઈ રહી છે અને જીટીયુની ઓનલાઈન પરીક્ષાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જીટીયુ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે પરીક્ષા લેવાનું નક્કી કરાયા બાદ અગાઉ ગત મહિને જુલાઈમા પ્રથમવાર વિકલ્પ પસંદગી માટે રજિસ્ટ્રેશન કરાયુ હતું.જેમાં ડિપ્લોમા,ડિગ્રી અને પીજીના વિવિધ ટેકનિકલ કોર્ષના લગભગ 57 હજારથી વધુ વિદ્યાર્થીઓમાંથી 24 હજાર જેટલા વિદ્યાર્થીએ ઓનલાઈન પરીક્ષા આપવાનું પસંદ કર્યુ હતુ અને 33 હજારે ઓફલાઈન આપવાનું પસંદ કર્યુ હતુ.30મી જુલાઈથી ઓનલાઈન પરીક્ષા શરૂ કરાઈ છે ત્યારે પરીક્ષા શરૂ થયાના ત્રણથીચાર દિવસ બાદ અનેક વિદ્યાર્થીઓ-વાલીઓની ઓનલાઈન પરીક્ષા માટે રજૂઆતો આવી હતી. ઉપરાંત કોરોનાના કેસો વધી રહ્યો હોઈ રૂબરૂ પરીક્ષા કેન્દ્રમાં જઈને પરીક્ષા આપવાનું ઘણાને અસુરક્ષિત લાગતા થતા જીટીયુની ઓનલાઈન પરીક્ષામાં મોબાઈલ-ટેબ્લેટનો પણ વિકલ્પ અપાતા અને પરીક્ષા સારી રીતે લેવાતી હોઈ તેવુ લાગતા વિકલ્પ પસંદગી માટે રજૂઆતો આવી હતી. જેના પગલે જીટીયુ દ્વારા હવે 17મીથી ઓફલાઈનને બદલે ઓનલાઈન જ પરીક્ષા લેવાનું નક્કી કરાયુ છે અને 17મીથી શરૂ થનારી ઓફલાઈન પરીક્ષા સ્થગિત કરાઈ છે. જીટીયુ દ્વારા ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા આપવી તેનો વિકલ્પ પસંદ કરવા ફરીથી 7મીથી રજિસ્ટ્રેશન શરૂ કરાયુ હતુ.જે આજે પૂર્ણ થયુ છે.જેમાં 24 હજારથી વધુ વિદ્યાર્થીએ ઓનલાઈન પરીક્ષા આપવાનું જ પસંદ કર્યુ છે.હજારો વિદ્યાર્થીએ ઓફલાઈન પરીક્ષાનો વિકલ્પ બદલી ઓનલાઈન કરી દીધો છે. જયારે 5 હજાર જેટલા વિદ્યાર્થીએ ઓફલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કર્યો છે. 4100થી વધુ વિદ્યાર્થીએ કોઈ પણ વિકલ્પ પસંદગી કરી નથી.જેથી નિયમ મુજબ વિકલ્પ પંસદ ન કરનારા વિદ્યાર્થી ઓફલાઈન આપવા માંગે છે તેવુ માની લેવાશે.આમ હવે ડિપ્લોમા,યુજી અને પીજીની ઓફલાઈન પરીક્ષા માંડ 8થી9 હજાર વિદ્યાર્થી જ લેવાશે અને જે સપ્ટેમ્બરમાં ખાસ પરીક્ષા સાથે લેવાશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DOHXup
via IFTTT
إرسال تعليق