ડિપ્લોમા ઈજનેરીમાં રજિસ્ટ્રેશન પૂર્ણ પ્રવેશ પહેલાં 20 હજાર બેઠકો ખાલી પડી


અમદાવાદ, તા. 9 ઓગસ્ટ, 2020, રવિવાર

સરકારની ટેકનિકલ કોર્સ પ્રવેશ સમિતિ એસીપીડીસી દ્વારા ડિપ્લોમા ઈજનેરીમાં ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા હેઠળ ઓનલાઈન રજિસ્ટ્રેશન પૂર્ણ કરી દેવાયુ છે.જેમાં આ વર્ષે 35700 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ છે. રજિસ્ટ્રેશન મુદ્દત વધારવા માટે માંગ કરાઈ છે પરંતુ મુદત વધારાઈ નથી.આ વર્ષે પ્રવેશ પહેલા જ 20 હજાર બેઠકો ખાલી પડી છે.

ડિપ્લોમાં ઈજનેરીમાં આ વર્ષે સરકારે ન ચાલતી અનેક બ્રાંચોની બેઠકો બંધ કરી દીધી અને જેને પગલે સરકારી -ગ્રાન્ટેડ કોલેજોમાં ઘણી બેઠકો ઘટી છે તેમજ સેકન્ડ શિફ્ટ પણ ઘણી કોલેજોમાં બંધ કરી દેવાઈ છે.જેથી બેઠકો 7થી8 હજાર જેટલી ઘટી છે.

જો કે ઈડબલ્યુએસ સાથે  આ વર્ષે બેઠકો 55950 જેટલી છે.પરંતુ તેમાં ખાનગી કોલેજોની 50 ટકા બેઠકોનો સમાવેશ થતો નથી.રાજ્ય સરકારે આ વર્ષે તમામ ખાનગી ટેકનિકલ કોલેજોમાં 50 ટકા મેનેજમેન્ટ ક્વોટા કરી દેતા હવે ખાનગી કોલેજો 50 ટકા બેઠકો પર પોતાની રીતે પ્રવેશ આપી શકે છે.જો કે ઘણી કોલેજોએ પોતાની મેનેજમેન્ટ કવોટા બેઠકો પ્રવેશ સમિતિને ભરવા માટે સરન્ડર કરી દીધી છે.

જ્યારે 8 હજાર બેઠકો ખાનગી કોલેજોની મેનેજમેન્ટ ક્વોટામાં ભરાનાર છે.પરંતુ સરન્ડર સાથે ડિપ્લોમાની પ્રવેશ સમિતિએ ભરવાની થતી 55950 બેઠકો છે.જેની સામે માંડ 35700 વિદ્યાર્થીનં. રજિસ્ટ્રેશન થયુ છે.જેમાં ધો.10 પાસ અને આઈટીઆઈ તેમજ સર્ટિફિકેટ કોર્સના તમામ વિદ્યાર્થીઓ છે.

ગત વર્ષથી ઘણુ ઓછુ રજિસ્ટ્રેશન થયુ છે.આ વર્ષે ધો.10માં પાંચ લાખથી વધુ નાપાસ થતા અને પરિણામ નીચુ આવતા રજિસ્ટ્રેશન ઘટયુ છે.ગત વર્ષે 42થી45 હજાર વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ હતું.જ્યારે આ વર્ષે રજિસ્ટ્રેશન ઓછુ થતા પ્રવેશ પહેલા જ 20 હજાર બેઠકો ખાલી રહી છે.

પ્રવેશ પ્રક્રિયાને અંતે ખાલી બેઠકો 30 હજારથી વધશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા બાદ 14મીએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાશે અને 14મીથી મોક રાઉન્ડ શરૂ થશે.જો કે કોલેજો શરૂ થવાને વિલંબ થવાનો હોવાથી રજિસ્ટ્રેશન મુદ્દત વધારવા માંગ કરાઈ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kAO5HF
via IFTTT

Post a Comment

أحدث أقدم