અતિવૃષ્ટિથી ઇકોનોમી સુધરશે : પાટીલની ટ્વિટથી ખેડૂતોને દાઝ્યા પર ડામ


' 'મગ, તલ, મગફળી તો બળી ગઇ, હવે કઇ ઇકોનોમી? તમને ખુશી હશે, ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે'

અમદાવાદ, તા.30 ઓગસ્ટ, 2020, રવિવાર

છેલ્લા કેટલાંય દિવસથી વરસાદ અનરાધાર વરસી રહ્યો છે જેના કારણે સમગ્ર ગુજરાત પાણી પાણી થયુ છે.મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી પરિસિૃથતીનુ નિર્માણ થયુ છે.

ખેતરોમાં પાક ધોવાતાં ખેડૂતોને ફરી માથે હાથ દઇને રોવાનો વારો આવ્યો છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ટ્વિટર પર ટ્વિટ કર્યુ કે,ગુજરાતમાં 102 ટકા વરસાદ વરસ્યો છે જે ખેતી માટે સારૂ છે.હવે ગ્રામિણ ઇકોનોમી મજબૂત થશે. આ ટ્વિટથી લોકો એવા ભડક્યા છેકે,સોશિયલ મિડિયામાં જાણે પાટીલ સામે મોરચો મંડાયો છે. સી.આર.પાટીલ વિરૂધૃધ ભરપૂર કોમેન્ટ થઇ રહી છે. 

સોશિયલ મિડિયાનો ઉપયોગ કરવામાં માહિર સી.આર.પાટીલ ટ્વિટર પર ટ્વિટ કરીને  ખુદ ફસાયા છે. પક્ષ-સરકારની વાહવાહી કરતી ટ્વિટ કરવાનો શોખ પાટીલને ભારે પડયો છે કેમ કે, એવી  કોમેન્ટ થઇ છેકે, આમ ઓફિસમાં બેઠા બેઠા ખબર ન પડે.તેના માટે ખેડૂતોની મુલાકાત લેવી પડે.

જો તમારી પાસે સમય ન હોય તો તમારી સાથે રેલીમાં જોડાયેલાને કહો કે,ખેડૂતોને મળે. કોઇકે કોમેન્ટ કરીને એવો ટોણો માર્યો કે, સાહેબ, આતો અતિવૃષ્ટિ કહેવાય.ખેતરોમાં તો પાણી પાણી થઇ ગયુ છે. કેટલાંય દિવસથી વરસાદ ચાલુ છે.તમારે તો માત્ર રેલી કરીને રાસ ગરબા રમવાના છે.તમે ખેડૂતોના હાલ શુ સમજો.

વાત આટલેથી અટકી નથી. લોકો તો એટલી હદે ભડક્યા છેકે, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ વિરૂધૃધ કોમેન્ટ કરીને ઉભરો ઠાલવી રહ્યાં છે. કોઇકે એવુ ટ્વિટ કર્યુ કે,તમારા માટે ખુશી હશે. ખેડૂતોને તો રોવાનો વારો આવ્યો છે.

એવી ય કોમેન્ટ થઇ છેકે, પાટીલ સાહેબ,ગ્રામીણ ઇકોનોમી માત્ર વરસાદ આધારિત નથી.અત્યારે વરસાદને કારણે 75 ટકા પાક નિષ્ફળ ગયો છે. કોઇકે તો એવી ય ટીકા કરી કે,આ તમારા સાહેબને સમજાવો કે, આને વરસાદ ન કહેવાય. અતિૃષ્ટિ કહેવાય.શુ હાલી નીકળ્યાં સો. 102 ટકા વરસાદથી ફાયદો થયો કે નુકશાન થયો એ તો સમજો.શુ મજાક કરો છો.

પહેલા સર્વે તો કરાવો. મગ,અડદ,તલ,મરચાં જેવા પાકો તો હાથમાં ગયા છે. આમ, ગુજરાતમાં ભારે વરસાદે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં પુર જેવી પરિસિૃથતીનુ નિર્માણ કર્યુ છે ત્યારે ખેડૂતોને આિર્થક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ટ્વિટ બાદ સી.આર.પાટીલ ખેડૂતો-ગ્રામીણ લોકોના નિશાન પર રહ્યાં છે. આજકાલ સોશિયલ મિડીયામાં પાટીલ ખૂબ જ ટ્રોલ થયાં છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lrLakV
via IFTTT

Post a Comment

Previous Post Next Post