
અમદાવાદ, તા.30 ઓગસ્ટ, 2020, રવિવાર
વર્ષ 2020ના પ્રારંભ સાથે જ કોરોના વાયરસે અજગરની જેમ વિશ્વના મોટાભાગના દેશોને ભરડામાં લઇ લીધું છે. કોરોના વાયરસે આૃર્થતંત્ર અને જનજીવનને જાણે બાનમાં લઇ લીધું છે. પરંતુ આ વિરટ પરિસિૃથતિમાંથી ટૂંક સમયમાં જ રાહત મળવાની શરૂઆત થઇ જાય તેની પૂરી સંભાવના છે. આગામી 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન ચંદ્ર-શુક્ર-બુધ-રાહુ-કેતુ એ પાંચ ગ્રહો ઉચ્ચ રાશિના થયા છે.
જ્યારે સૂર્ય-મંગળ-બુધ-ગુરૂ-શનિ એ પાંચ ગ્રહો સ્વગ્રહી થાય છે. આ ઉપરાંત 13 સપ્ટેમ્બરે સર્વાર્થસિદ્ધિયોગનું નિર્માણ થાય છે તેમજ 14-15 સપ્ટેમ્બરના અદ્ભૂત યોગનું સર્જન થઇ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર વિશ્વમાં કોરોનાની પરિસિૃથતિમાં ઘણો સુધારો આવશે તેમ જ્યોતિષશાસ્ત્રજ્ઞાાતાઓનું માનવું છે.
આગામી ખગોળીય ઘટનાઓમાં 9, 10 સપ્ટેમ્બર, 2020, ભાદરવા વદ-7, અને 8, બુધવાર અને ગુરૂવારના તથા 14, 15 સપ્ટેમ્બર, 2020 ભાદરવા વદ-12 અને 13, સોમવાર અને મંગળવારના દિવસોમાં અદ્બૂત યોગોનું સર્જન થઈ રહ્યું છે. તેમાં પણ 9,10 સપ્ટેમ્બરના બે દિવસ દરમ્યાન તો સેંકડો કે હજારો વર્ષમાં ન થયું એવું અદ્ભૂત ગ્રહોનું સંયોજન નિર્માણ થઈ રહ્યું છે.
આ બે દિવસ દરમ્યાન દરેક ગ્રહ કાં તો સ્વગૃહી થાય છે આૃથવા ઉચ્ચના થાય છે આૃથવા તો રાશિપરિવર્તનથી ઉચ્ચના થાય છે. તેથી દરેક ગ્રહ અદ્ભૂત ફળ આપનારા બની રહેશે તેમાં કોઈ શંકા નથી તેમ જણાવતા જૈનવિજ્ઞાાની ખગોળશાી આચાર્ય શ્રીવિજયનંદિઘોષસૂરિજીએ ઉમેર્યું કે, 'સૂર્ય તેની પોતાની સિંહ રાશિમાં છે. તો ચંદ્ર વૃષભ રાશિમાં ઉચ્ચનો થાય છે.
મંગળ, ગુરૂ અને શનિ તેમની પોતાની રાશિમાં અનુક્રમે મેષ રાશિ, ધન રાશિ અને મકર રાશિમાં છે જ. તો બુધ કન્યા રાશિમાં સ્વગૃહી અને ઉચ્ચનો થાય છે. શુક્ર, કર્ક રાશિમાં ચંદ્રની સાથે રાશિપરિવર્તનથી ઉચ્ચનો થાય છે. જ્યારે મિથુન રાશિમાં રાહુ અને તેની સામે ધન રાશિમાં કેતુ ઉચ્ચના થાય છે.
આ રીતે ચંદ્ર, શુક્ર, બુધ, રાહુ, કેતુ એ પાંચ ગ્રહો ઉચ્ચ રાશિના થાય છે. જ્યારે સૂર્ય, મંગળ, બુધ, ગુરૂ, શનિ એ પાંચ ગ્રહો સ્વગૃહી થાય છે. અલબત્ત આ યોગ 8 સપ્ટેમ્બરના બપોરે 03:11થી શરૂ થઈ 10 સપ્ટેમ્બરના રાતે 02:38 સુધી થાય છે.
આ રીતે બધા જ ગ્રહો કાં તો સ્વગૃહી કે ઉચ્ચના થતા હોય તે દિવસો કોઈપણ પ્રકારના શુભ કાર્ય માટે ખરેખર ઉત્તમોત્તમ જ ગણાય અને સકળ વિશ્વ અને માનવ જાત માટે પણ આ ગ્રહસિૃથતિ અદ્ભૂત હકારાત્મક પરિવર્તન લાવનારી બની રહે તેમ છે. 14,15 સપ્ટેમ્બર 2020ના દિવસો દરમ્યાન ચંદ્ર કર્ક રાશિનો થાય છે, તેથી ચંદ્ર, સૂર્ય, મંગળ, બુધ, ગુરૂ, શનિ એ છ ગ્રહો સ્વગૃહી થાય છે. જ્યારે બુધ, રાહુ અને કેતુ ઉચ્ચના થાય છે. ફક્ત શુક્ર સામાન્ય સિૃથતિમાં છે પરંતુ સ્વગૃહી ચંદ્રની સાથે છે.
વળી 13, સપ્ટેમ્બરના રવિવારે બપોરે 04:34થી રવિ-પુષ્ય યોગ અને સર્વાર્થસિદ્ધિ યોગ થાય છે. કોરોના માટેની રસી માટે આ દિવસોમાં ચોક્કસ નિર્ણાયક સ્વરૂપે જાહેરાત થાય તો કાંઈ નવાઈ પામવા જેવું નથી. આ દિવસથી સમગ્ર વિશ્વમાં કોરોનાની પરિસિૃથતિમાં ઘણો સુધારો આવશે અને ક્રમે કરીને ટૂંક સમયમાં જ તે સંપૂર્ણપણે નાબુદ થઈ જવાની શક્યતા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lAwVdk
via IFTTT
Post a Comment