
અમદાવાદ, તા.30 ઓગસ્ટ, 2020, રવિવાર
અમદાવાદમાં પોલીસના સ્પીડ લિમિટના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે, ઓઢવ અને હાથીજણમાં વાહનની ટક્કરથી ત્રણ યુવકના મોત અને બે યુવક ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાં ઓઢવ છોટાલાલની ચાલી પાસે બાઇકની ટક્કરથી બે પુત્રોની નજર સામે પિતાનું મોત નીપજ્યું હતું. જયારે હાથીજણમાં બસની ટક્કરથી રિક્ષા ચાલકનું મોત થયું છે.
ઓઢવ ગામમાં ભરવાડ વાસમાં રહેતા મીનાબહેન નરેશભાઇ પરમારે ટ્રાફિક આઇ ડિવિઝનમાં ફરિયાદ નોધાવી છે કે તેમના પતિ ગઇકાલે બે પુત્રોને લઇને લાંભા ખાતે ગયા હતા અને રિક્ષામાં બેસીને આવીને ઓઢવ છોટાલાલની ચાલી પાસે ઉતર્યા હતા તા.28ના રોજ સાંજે સાત વાગે રોડ ક્રોેસ કરતી વખતે પૂર ઝડપે સોનીની ચાલી તરફથી આવી રહેલા બાઇક ચાલકે ટક્કર મારતાં તેમને તથા બાઇક ચાલક બન્ને ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યાં સિવિલમાં સારવાર દરમિયાન ફરિયાદીના પતિનું મોત થયું હતું.
અન્ય બનાવમાં વિવેકાનંદનગર દિન દયાળ આવાસ યોજનામાં રહેતા રાજુભાઇ રબારી (ઉ.વ.35) તા.28ના રોજ રાતે 9.45 કલાકે રિક્ષા ચલાવીને જશોદાનગરથી હાથીજણથી તરફ આવતા હતા આ સમયે ે પૂર ઝડપે બસ હંકારીને આવી રહેલા એસટી બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનોે કાબુ ગુમાવતાં રિક્ષાને ટક્કર મારી હતી જેેથી રિક્ષા ઉંધી વળી ગઇ હતી રિક્ષામાં યુવક દબાઇ જવાના કારણે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસ મુકીને ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો આ ઘટના અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે બસ નંબર આધારે ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે વસ્ત્રાલ વિસ્તારમાં ગોપી બંગલોઝની બાજુમાં કૃષ્ણધામ સોસાયટીમાં રહેતા અને કારખાનું ધરાવતા વિષ્ણુભાઇ એમ.પટેલ (ઉ.વ.42) તા.28ના રોજ સાંજે ચાર વાગે મિત્રના બાઇક ઉપર બેસીને ઓઢવ રિંગ રોડ ઉપરથી પસાર થતા હતા આ સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલી ટ્રકના ડ્રાઇવરે બાઇકને ટક્કર મારી હતી. જેથી બન્ને મિત્રો રોડ ઉપર પટકાયા હોવાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યાં યુવકનું સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31GCNtE
via IFTTT
Post a Comment