
અમદાવાદ, તા.30 ઓગસ્ટ, 2020, રવિવાર
પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલ અને તેમજ તેમના પુત્ર મોનાંગ પટેલ અને અન્ય બે આરોપીઓના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં વધુ રિમાન્ડ માટે મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે પોલસની રિમાન્ડ અરજી ફગાવતાં આરોપીઓ તરફથી જામીન અરજી કરવામાં આવી હતી. કોર્ટે આરોપીઓની જામીન અરજી પણ ફગાવી તેમને જ્યુડિશીયલ કસ્ટડી એટલે કે જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે.
પોપ્યુલર બિલ્ડર્સ પરિવારની પુત્રવધૂ ફીઝુ પટેલ પર ઘરેલુ હિંસા, હત્યાનો પ્રયાસ તેમજ બળજબરીથી દસ્તાવેજો પર સહી કરાવવાના કેસમાં આજે ફીઝુના પતિ મોનાંગ, સસરાં રમણ પટેલ, રમણ પટેલના ભાઇ દથરથ પટેલ અને ભત્રીજા વીરેન્દ્ર પટેલના એક દિવસના રિમાન્ડ સવારે સાડા અગિયાર વાગ્યે પૂર્ણ થતાં તેમને ફરી મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યો પોલીસે વધુ રિમાન્ડ માટે અરજી કરી હતી. કોર્ટે વધુ રિમાન્ડની અરજી ફગાવતા આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી.
તેમની રજૂઆત હતી કે આ પારિવારિક વિખવાદનો મામલો છે અને આવા વિખવાદોનો કોર્ટ બહાર નિવેડો આવવો જોઇએ. આ ઉપરાંત હાઇકોર્ટ સમક્ષ તેમની આગોતરા જામીન અરજી પણ પેન્ડિંગ છે. તેમની સામેની ફરિયાદમાં હત્યાના પ્રયાસની જે કલમ ઉમેરવામાં આવી છે તે પણ ખોટી રીતે ઉમેરવામાં આવી છે. તેઓ ફરાર થાય તેવી કોઇ શક્યતના ન હોવાથી તેમને જામીન મળવા જોઇએ.
જામીન અરજીના વિરોધમાં સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીઓ વગદાર અને સંપત્તિવાન છે, તેથી તેઓ જામીન પર છૂટે તો સાક્ષીઓ અને પુરાવાઓ સાથે ચેડાં થાય તેવી શક્યતા છે. બન્ને પક્ષોની રજૂઆત સાંભળી કોર્ટે નોંધ્યું છે કે આરોપીઓ સામે ગંભીર કલમો નોંધવામાં આવી છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં આવાં ગુનાઓ વધ્યા હોવાથી ન્યાયના હિતમાં આરોપીઓન ીજામીન અરજી ફગાવવામાં આવા છે.
પારિવારિક વિખવાદ છે, જામીન આપો : રમણ પટેલની આજીજી
પોપ્યુલર બિલ્ડર્સ પરિવારની જામીન અરજીની સુનાવણી આજે સાંજે સવા છ વાગ્યા સુધી ચાલી હતી, પોલીસની વધુ રિમાન્ડની અરજી ફગાવાતા રમણ પટેલ સહિતનાં આરોપીઓને થોડો સમય આપવામાં આવ્યો હતો અને આરોપીઓએ જામીન અરજી માટે માગણી કરી હતી. આરોપીઓએ વિનંતી કરી હતી કે આ પારિવારિક વિખવાદ છે અને ફરિયાદી તેમજ પોલીસ આ મામલાને મોટું સ્વરૂપ આપી રહ્યાં છે. જો કે આ કેસમાં હત્યાના પ્રયત્ન સહિતની કલમો છે તેમજ આ કલમો હેઠળની મહત્ત સજાઓની જોગવાઇઓના કારણે આ કોર્ટ તેની સત્તાનો ઉપયોગ કરી શકે તેમ નથી. સમાજમાં આવી પ્રવૃત્તિઓ અટકે અને ન્યાયનું હિત જળવાય તે હેતુથી જામીન અરજી ફગાવવી યોગ્ય છે.
સરકાર ફરી રિમાન્ડ માટે રિવિઝન અરજી કરશે
શનિવારે સાંજ મેટ્રોપોલિટન કોર્ટે રમણ પટેલ અને મોનાંગ પટેલ સહિના આરોીઓના ગણતરીના કલાકોના રિમાન્ડ આપ્યા હતા. રવિવારે સાડા અગિયાર વાગ્યે રિમાન્ડ પૂર્ણ થતાં તેમને ફરી રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જો કે કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી આરોપીઓને જેલમાં મોકલ્યા છે. જો કે પોલીસ વિભાગ આરોપીઓની વધુમાં વધુ સમય પોલીસ કસ્ટડી મળે તેવા મૂડમાં છે. જેથી હાલ રિમાન્ડ માટેની રિવીઝન અરજી કરવાની તજવીજ ચાલી રહી છે અને આવતીકાલે સોમવારે રિવીઝન અરજી કરવામાં આવે તેવી શક્યતા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32CIKal
via IFTTT
Post a Comment