સનાથલ ચેકપોસ્ટ પર દસ ટકા પેસેન્જરો કોરોના પોઝિટિવ


અમદાવાદ, તા. 22 ઓગસ્ટ, 2020, શનિવાર

શહેરમાં કોરોનાને નિયંત્રિત કરવા શહેરમાં પ્રવેશવાના મુખ્ય એન્ટ્રી પોઈંટ પર મ્યુનિ.દ્વારા આવતા મુસાફરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.અત્યારસુધીમાં સનાથલ પોસ્ટ પર સૌરાષ્ટ્ર તરફથી આવતા 28000 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.જે પૈકી દસ ટકા એટલે કે 2800 મુસાફરો કોરોના પોઝિટિવ હોવાની વિગત બહાર આવી છે.

મળતી માહીતી મુજબ,મ્યુનિ.દ્વારા મે મહીનાના અંત સમયથી શહેરના જુદા-જુદા એન્ટ્રી પોઈંટ પર ટીમો ગોઠવી અમદાવાદમાં આવતા મુસાફરોના કોરોના અંગે રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.સનાથલ ચેકપોસ્ટ પર અત્યારસુધીમાં સૌરાષ્ટ્ર તરફથી વિવિધ બસ અને અન્ય વાહન મારફત શહેરમાં આવતા 28000 મુસાફરોના રેપિડ ટેસ્ટ કરાતા 2800 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

જયારે ધોળકા તરફથી આવતા મુસાફરો માટે બાકરોલ ખાતે ચેકપોસ્ટ કાર્યરત કરાઈ છે.આ ચેકપોસ્ટ પર અત્યારસુધીમાં 10 હજાર લોકોના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવતા આ પૈકી 100 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.પોઝિટિવ આવતા લોકોને મ્યુનિ.દ્વારા અલગ અલગ વિસ્તારના કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32enjME
via IFTTT

Post a Comment

Previous Post Next Post