
નગર પાલિકા પર ભાજપ પ્રમુખ - ઉપપ્રમુખ બીજી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા
અમદાવાદ, તા. 24 ઓગસ્ટ, 2020, સોમવાર
અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં રાજ્યની નગર પાલિકાઓ માં પ્રમુખ , ઉપપ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની વરણી થઈ હતી . કોરોનાની મહામારી અને વરસાદી માહોલ વચ્ચે ભાજપ અને કોંગ્રેસે નગરપાલિકા ઉપર સત્તા મેળવવા માટે રાજકીય ખેંચતાણ કરી હતી રાજ્યમાં કુલ પાંચ નગરપાલિકાઓમાં સત્તા પરિવર્તન થયું હતું. ભાજપે કોંગ્રેસ શાસિત ત્રણ નગર નગરપાલિકાઓ પર શાસન જમાવ્યું હતું જ્યારે કોંગ્રેસે પણ ભાજપની બે નગરપાલિકા કબજે કરી હતી.
વિસાવદર નગરપાલિકામાં 22 વર્ષ બાદ ભગવો લહેરાયો હતો કારણ કે, કોંગ્રેસમાં સારી ખાતે હતા કોંગ્રેસના બળવાખોર સભ્યોએ ભાજપને સમર્થન આપ્યું હતું જેના પગલે કોંગ્રેસના શાસનનો અંત આવ્યો હતો. આજ પ્રમાણે , માણાવદર અને આણંદની ઓડ નગરપાલિકા પર પણ બહુમતી ન હોવા છતાં પણ ભાજપે સત્તા હાંસલ કરી હતી. કોંગ્રેસના અંદરોઅંદરના દેખાવના કારણે કોંગ્રેસે કુલ મળીને 3 નગરપાલિકા ગુમાવવાનો વારો આવ્યો હતો.
આ તરફ ખેડબ્રહ્મામાં ભાજપ શાસિત નગરપાલિકા માં સત્તાનો ઉલટફેર થયો હતો ધારાસભ્ય અશ્વિન કોટવાલ ના પ્રયત્નોને પગલે ભાજપે નગરપાલિકા નું શાસન ગુમાવ્યું હતું. આ ઉપરાંત તળાજા નગરપાલિકા પણ કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધી હતી. 25 વર્ષ પછી તળાજા નગરપાલિકા પર કોંગ્રેસનું શાસન આવ્યું છે. ચોરવાડ નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા યથાવત રહેવા પામી હતી અહીં ધારાસભ્ય વિમલ ચુડાસમા ના પત્ની જલ્પા ચુડાસમા બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા હતા.
ભાજપે આખા રાજ્યમાં કુલ મળીને 36 નગરપાલિકા પર પોતાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરી હતી .જોકે જસદણ જેતપુર હળવદ લાઠી ચલાલા ખેરાલુ અને ધરમપુર નગરપાલિકા માં ભાજપ ના પ્રમુખ ઉપપ્રમુખ બીજી ટર્મ માટે ચૂંટાયા હતા.ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પહેલા જ ભાજપની સંસદીય સમિતિએ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખના નામની પસંદગી કરી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31q4YgD
via IFTTT
Post a Comment