આજે જન્માષ્ટમી દિવસે દેવાધિદેવ મહાદેવના સ્વરૂપ મનાતા એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને કૃષ્ણજન્મનો શણગાર કરવામાં આવ્યો હતો. યમુના પાર કરવા વાસુદેવ કૃષ્ણને ટોપલામાં મૂકીને જાય તે દૃશ્યની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી હતી. આમ, સોમનાથ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાનના આ રૂપને જોઇને ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા હતા. મહાદેવની સાયં આરતીમાં હજારો ભક્તોએ ઓનલાઇન ભાગ લીધો હતો.
શીતળા સાતમે રુદ્રાક્ષનો શણગાર

આજે શ્રાવણ માસના એકવીસમા દિવસ અને ત્રીજા સોમવારે એટલે કે શ્રાવણ વદ સાતમના દિવસે દેવાધિદેવ મહાદેવના સ્વરૂપ મનાતા એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને રુદ્રાક્ષનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના આ રૂપને જોઇને ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા હતા. મહાદેવની સાયં આરતીમાં હજારો ભક્તોએ ઓનલાઇન ભાગ લીધો હતો.
રાંધણ છઠ્ઠે નાગ દર્શનનો શણગાર

શ્રાવણ માસના વીસમા દિવસે એટલે કે શ્રાવણ વદ છઠ્ઠના દિવસે દેવાધિદેવ મહાદેવના સ્વરૂપ મનાતા એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને નાગ દર્શનનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના આ રૂપને જોઇને ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા હતા. મહાદેવની સાયં આરતીમાં હજારો ભક્તોએ ઓનલાઇન ભાગ લીધો હતો.
નાગપાંચમે મહાદેવને હનુમંત દર્શન શણગાર

શ્રાવણ માસના ઓગણીસમા દિવસે એટલે કે શ્રાવણ વદ પાંચમને દિવસે દેવાધિદેવ મહાદેવના સ્વરૂપ મનાતા એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને હનુમંત દર્શનનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના આ રૂપને જોઇને ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા હતા. મહાદેવની સાયં આરતીમાં હજારો ભક્તોએ ઓનલાઇન ભાગ લીધો હતો.
સોળમા દિવસે રામમંદિર શિલાન્યાસની ઉજવણી કરી હતી

શ્રાવણ માસના સોળમા દિવસે એટલે કે શ્રાવણ વદ બીજના દિવસે દેવાધિદેવ મહાદેવના સ્વરૂપ મનાતા એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને યજ્ઞદર્શનનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ આજે અયોધ્યામાં શ્રી રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો તેને લઇને રામદરબારની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી હતી. ભગવાનના આ રૂપને જોઇને ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા હતા. મહાદેવની સાયં આરતીમાં હજારો ભક્તોએ ઓનલાઇન ભાગ લીધો
પૂનમે સૂર્યદર્શનનો શણગાર કર્યો હતો

શ્રાવણ માસના બીજા સોમવાર અને રક્ષાબંધનના પર્વે દેવાધિદેવ મહાદેવના સ્વરૂપ મનાતા એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને સૂર્યદર્શનનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના આ રૂપને જોઇને ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા હતા. મહાદેવની સાયં આરતીમાં હજારો ભક્તોએ ઓનલાઇન ભાગ લીધો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Cl7wTk
via IFTTT
Post a Comment