
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 24 ઓગસ્ટ, 2020, સોમવાર
ગુજરાત સરકારના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓએ રૂા. 44 કરોડના કેમિકલના બોગસ બિલ બનાવીને રૂા. 6.41 કરોડની ગેરકાયદે વેરાની ચોરી કરનાર અને અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા જગદીશ દાતણિયાની ગઈકાલે ધરપકડ કરી હતી.
જગદીશે અમિત ત્રિવેદીના નામનો ઉપયોગ કરીને શૅનલ એન્ટરપ્રાઈસ, લીલા ચૌધરીના નામે શીતલ એન્ટરપ્રાઈસ તથા હીરેન શાહને નામે ગજાનન એન્ટર પ્રાઈસ નામની બોગસ કંપની ઊભી કરીને તેને નામે જગદીશ દાતણિયાએ અંદાજે રૂા. 44 કરોડના બોગસ બિલ બનાવ્યા હતા.
આ બિલ વેપારીઓને આપી દીધા હતા. બિલથીવેપારીઓએ જીએસટીનીઅંદાજે રૂા. 6.41 કરોડની ટેક્સ ક્રેડિટ લીધી હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદમાં શાહપુરમાં રહેતા જગદીશ એસ. દાતણીયાની બોગસ ટેક્સ ક્રેડિટ લેવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
જગદીશ દાતણિયાને ગઈકાલે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરીન ેતેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના જીએસટીના અધિકારીઓનું કહેવું છે કે આ કેસમાં છેલ્લા એક મહિનાથી તપાસ ચાલી રહી છે. ગઈકાલે તેની ધરપકડ કરવામાં આવી છે. ખોટા બિલ બનાવીને બિલને ચોપડે ચઢાવીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
કેમિકલના અન્ય વેપારીઓ સામે પણ તપાસનો રેલો લંબાવાની શક્યતા રહેલી છે. આરોપી જગદીશ દાતણીયાએ શૅનલ અને શીતલ એન્ટર પ્રાઈસ નામની કંપની ડિશામાં અને ગજાનન એન્ટર પ્રાઈસ નામની કંપની બનાવી હતી. તેની તપાસ કરતાં તેણે ત્રણ વ્યક્તિના દસ્તાવેજો મેળવીને તેમના નામે ત્રણ અલગ અલગ કંપની ઊભી કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34qN7bb
via IFTTT
إرسال تعليق