ઈસનપુરની એક સોસાયટીમાં 26 મકાનમાં 18 પોઝિટિવ કેસ


અમદાવાદ, તા. 27 ઓગસ્ટ, 2020, ગુરૂવાર

શહેરના દક્ષિણ ઝોનના વિવિધ વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ફરી એક વખત ઝડપથી વધી રહ્યું છે.ખાસ કરીને ઈસનપુર વોર્ડમાં સંક્રમણની સ્થિતિ ચિંતાજનક બની રહી છે.વોર્ડમાં આવેલી મહાલક્ષ્મી સોસાયટીમાં કુલ 26 મકાન આવેલા છે.

આ 26 મકાનમાંથી મ્યુનિ.ને 18 જેટલા કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે.સમ્રાટનગરથી માત્ર 200 મીટરના અંતરે આવેલી આ સોસાયટીમાંથી કેસ મળી આવતા તંત્રે દોડી જઈ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આધારભૂત સુત્રોમાંથી મળતી માહીતી પ્રમાણે,દક્ષિણઝોનના ઈસનપુર વોર્ડમાં 15 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધીના દસ દિવસના સમયમાં 7500 લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવાની મ્યુનિ.ને ફરજ પડી છે.

થોડા સમય અગાઉ સમ્રાટનગર વોર્ડના એક સાથે પાંચ હજારથી વધુ રહીશોને કોરોના ટેસ્ટ ન કરાવવાના મુદ્દે મ્યુનિ.દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા બાદ સમ્રાટનગરના વિવિધ સેકટરોમાંથી અત્યારસુધીમાં 35 થી વધુ કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે.

સમ્રાટનગરથી માત્ર 200 મીટરના અંતરે આવેલી મહાલક્ષ્મી સોસાયટીમાં મ્યુનિ.ની ટીમ દ્વારા રેપિડ ટેસ્ટ કરવામાં આવતા સોસાયટીના કુલ 26 મકાનમાંથી 18 પોઝિટિવ કેસ મળી આવતા તંત્રે દોડી જઈને સોસાયટીને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવાની તજવીજ શરૂ કરી દીધી હતી.

છેલ્લા દસ દિવસમાં ઈસનપુર વોર્ડના એક ડઝન જેટલાં સ્થળોને કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.છતાં તંત્ર દ્વારા વોર્ડમાં નોંધાઈ રહેલાં કોરોના પોઝિટિવ કેસની વિગત છુપાવવામાં આવી રહી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YD3U6X
via IFTTT

Post a Comment

أحدث أقدم