પાકિસ્તાનમાં કાશ્મીરનો સાચો નક્શો છાપનારાં પુસ્તકો પર પ્રતિબંધ મુકાયો

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના અભ્યાસક્રમ બોર્ડે ઈશનિંદા અને પાકિસ્તાનવિરોધી સામગ્રી માટે ખાનગી સ્કૂલોમાં ભણાવતાં 100થી વધુ પુસ્તકો પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમાં એ પુસ્તકો પણ સામેલ છે જેમાં પાકિસ્તાનને ભારતથી ઓછું આંકવામાં આવ્યું હતું. અમુક પુસ્તકોમાં છપાયેલા નક્શામાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)ને ભારતના ભાગમાં બતાવાયો હતો. એક પુસ્તકમાં મહાત્મા ગાંધી અને અમુક અન્ય લોકો વિશે ભણાવાઈ રહ્યું હતું. ગણિતના એક પુસ્તકમાં ગણતરીની રીતને ભૂંડનાં ચિત્રો બતાવી સમજાવાઈ હતી. આવાં જ અનેક પુસ્તકો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી છે.

પંજાબ કેરિકુલમ એન્ડ ટેક્સ્ટબુક બોર્ડ(પીસીટીબી)ના એમડી રાજ મંજૂર હુસેન નાસિરે આ નિર્ણય લીધો હતો. તેમાં કહ્યું કે સંપૂર્ણ પ્રાંતમાં ખાનગી સ્કૂલોમાં ભણાવાતાં 10 હજાર પુસ્તકોની સમીક્ષા કરી છે. પ્રથમ તબક્કે પીસીટીબીએ ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ સહિત 31 પ્રકાશકોનાં 100 પુસ્તકો પર બેન મૂકી દીધો હતો. આવાં પુસ્તકોની ઓળખ માટે પીસીટીબીએ 30 સમિતિઓની રચના કરી હતી. પીસીટીબી એવા પ્રકાશકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી શકે છે. પંજાબ પ્રાંતમાં 97 હજાર ખાનગી સ્કૂલો છે. પંજાબ સરકારના આ નિર્ણયને અન્ય પ્રાંતોમાં પણ લાગુ કરી શકાય છે. માહિતી અનુસાર પુસ્તકોમાં મહંમદ અલી ઝીણા તથા અલ્લામા ઈકબાલ વિશે ખોટાં તથ્યો રજૂ કરાયાં હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2ZWWKLT
via IFTTT

Post a Comment

Previous Post Next Post