એઈમ્સના ડાયરેક્ટરે કહ્યું- લાગે છે કે અમદાવાદમાં કોરોનાનો પિક નીકળી ગયો, કેસ ઘટે છે, સતર્કતા જરૂરી

મે-જૂનમાં અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બન્યું હતું. રોજના 250થી 300 કેસ આવતા હતા. મોતનો આંકડો પણ દરરોજ વધતો જતો હતો. પરંતુ જુલાઈના મધ્ય ભાગમાં કોરોનાના કેસ અને મોતનો આંકડો નીચે આવતો ગયો. કોરોનાનો વિશ્વવ્યાપી સ્ટડી પણ એવું જ કહે છે કે, ઝડપથી વધતા કેસ જો અટકી જાય અથવા નીચે આવવા માંડે તો તેને પિક માનવામાં આવે છે. પિક આવવાનો મતલબ એ છે કે હવે કેસ નીચા આવશે. આ અનુમાનને એઈમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા પણ સ્વીકારે છે.

ભાસ્કરના પવનકુમાર સાથે વાત કરતાં ડો. ગુલેરિયાએ કહ્યું કે દેશના અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ સમયે કોરોના પિક પર આવશે. અત્યારે એવું લાગે છે કે દિલ્હી, અમદાવાદ અને મુંબઈના કેટલાક વિસ્તારને બાદ કરતાં દક્ષિણ ભારતના રાજ્યોના કેટલાક વિસ્તારોમાં ફ્લેટનિંગ કર્વ (કેસ વધવાનું અટકી ગયું અથવા હવે દરરોજ આવનારા કેસમાં ઘટાડો થયો) આવી ગયું છે. આથી એવું લાગે છે કે આ જગ્યા પર સંભવત: આ પિક હશે. જોકે સંક્રમક બીમારી હોવાને કારણે જો થોડી પણ લાપરવાહી થાય તો કેસ ફરી વધવા માંડશે. આવું જ અમેરિકામાં થયું હતું. આથી આ કર્વમાં ઘટાડો કે પિક ફરી ન આવે તે માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ હાઈઝિનના નિયમોનું કડકાઈથી પાલન કરવું જરૂરી છે.

ત્રણ મહિનાના કેસની સરેરાશ

- મે જૂન જુલાઈ
દૈનિક કેસ 242.2 241.6 125.3
દૈનિક મોત 17.86 16.46 4.2
રિકવરી 38.10% 71% 80.42%

ચોમાસામાં સાવધાન રહેવાની જરૂર છે
ડો. ગુલેરિયાએ કહ્યું કે- આ આપણા માટે ચિંતાની વાત છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે આપણા દેશમાં શરદી અને તાવના કેસ ચોમાસા અને ઠંડીમાં વધી જાય છે. જોકે કોરોના એક નવો વાઈરસ હોવાથી તે અંગે હાલમાં કશું સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી. પશ્ચિમના દેશોમાં ઠંડીના દિવસોમાં તે ફરી ખતરનાક સ્વરૂપ લઈ શકે છે. આ સ્થિતિમાં આપણે સાવધાન રહેવાની જરૂર છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
એઈમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા.


from Divya Bhaskar https://ift.tt/3f2X5Rv
via IFTTT

Post a Comment

Previous Post Next Post