દિલ્હીમાં કોરોનાના નવા કેસનો આંકડો ગુજરાત કરતાં નીચો ગયો, શુક્રવારે દિલ્હીમાં 1,025, ગુજરાતમાં 1068 નવા કેસ

ગુજરાત સરકારે બીજા રાજ્યોની સરખામણીએ દૈનિક નોંધાતા કોરોનાના નવા કેસનો દાખલો ટાંક્યો છે, જેમાં રાજ્ય સમગ્ર દેશમાં નવા નોંધાતા કેસમાં છેક દસમા સ્થાને હોવાનું જણાવ્યું છે, પરંતુ અવારનવાર ગુજરાત પોતાની સરખામણી કરે છે તેવા દિલ્હીમાં નવા કેસ નોંધાવાનો આંકડો ગુજરાત કરતાં નીચો જઇ રહ્યો છે. અર્થાત ત્યાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે. તેને સ્થાને હવે ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 1068 કેસ નોંધાતા દૈનિક સરેરાશ 1000 કેસ કરતાં વધુ થઇ છે, જ્યારે દિલ્હીમાં ગુજરાત કરતાં 1,025 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 12,518 છે જે અત્યાર સુધી નોંધાયેલાં કુલ કેસ 53,631ના 23 ટકા જેટલું પ્રમાણ છે. આ સાથે ગુજરાત સરકારે દૈનિક ધોરણે કરાતા કોરોના ટેસ્ટનો આંકડો સરેરાશ 14થી 15 હજારનો રહે છે તેમ જણાવ્યું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 6 લાખ કરતાં વધુ ટેસ્ટ થયા છે અને પ્રતિદિન દસ લાખ લોકોની વસ્તીએ લગભગ 225 ટેસ્ટ થાય છે તેવી ગણતરી મૂકી છે. અત્યાર સુધીની સરેરાશ જોઇએ તો ગુજરાતમાં દર દસલાખની વસ્તીએ 9000 જેટલાં લોકોના કોરોના ટેસ્ટ થયાં છે જે કુલ વસ્તીના 1 ટકા કરતાં પણ ઓછું પ્રમાણ છે.

શુક્રવારે ગુજરાતમાં 26 લોકોના કોરોનાને કારણે મોત થયાં અને આ સાથે મૃત્યુનો કુલ આંક હવે 2,282 થયો છે. જેમાં સૂરત શહેર અને ગ્રામ્યમાં 6-6, અમદાવાદ શહેર, વડોદરા શહેર અને કચ્છ જિલ્લામાં 3-3, ગાંધીનગર, જામનગર, રાજકોટ, મહેસાણા અને તાપી જિલ્લામાં 1-1 મૃત્યુ નોંધાયા છે. ગુજરાતમાં હાલ મૃત્યુદર 4.26 ટકા છે. હજુ 83 દર્દીઓ વેન્ટિલેટર પર છે.હાલ ગુજરાતમાં રીકવરીનો દર 72.59 ટકા છે. શુક્રવારે વધુ 872 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો છે એટલે કે રીકવર થયેલાં જાહેર કરાયાં છે.

દેશમાં કોરોના દર્દી 13 લાખને પાર, મોત 31 હજાર નજીક
દેશમાં કોરોનાની સ્થિતિ ભયંકર બની રહી છે. શુક્રવારે એક જ દિવસમાં 49,136 દર્દી નોંધાયા હતા. આ સાથે જ પીડિતોની સંખ્યા 13 લાખને પાર થઈ 13,34,309ની થઈ છે. જો કે 32,641 લોકો સાજા થવાની સાથે કુલ 8,46,320 લોકો સાજા થઈ ચૂક્યા છે. 758 લોકોના મોતની સાથે કુલ મૃત્યુઆંક 31353 થઈ ગયો છે. હાલમાં એક્ટિવ દર્દીની સંખ્યા 4,87,989 છે. દેશમાં છેલ્લા બે દિવસમાં 1 લાખથી વધુ દર્દી મળ્યા છે. બુધવારે સંક્રમિતોની સંખ્યા 12 લાખને પાર થઈ હતી. સારી વાત એ છે કે મૃત્યુદર ઘટીને 2.37%નો થઈ ગયો છે. દરમિયાન ગાયક અભિજિત ભટ્ટાચાર્યનો પુત્ર પણ પોઝિટિવ આવ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કોરોના ટેસ્ટ માટે સ્વેબ લઇ રહેલા ડોક્ટર્સની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2Eis0wJ
via IFTTT

Post a Comment

Previous Post Next Post