શ્રમિકો ટ્રેનોથી આવક પર રાજકારણઃ સરકારે મહામારીમાં નફો રળ્યો, રેલવેમંત્રીએ ગોયલે જવાબ આપ્યો

લૉકડાઉનમાં ચલાવાયેલી શ્રમિક ટ્રેનોથી કમાણી અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે સરકાર સામે નિશાન તાક્યું હતું. તેમણે ટ્વિટ કરી કે ચારેકોર બીમારી ફેલાયેલી છે , લોકો મુશ્કેલીમાં છે, બેનિફિટ લઈ શકાય છે. ગરીબ વિરોધી સરકાર મહામારીને નફામાં રૂપાંતરિત કરી કમાણી કરી રહી છે. રાહુલે પોતાની ટ્વિટ સાથે એક અખબારના કટિંગને પણ શેર કર્યો હતો. રાહુલે સવારે સરકાર પર કટાક્ષ કર્યો. બપોર થતાં જ ભાજપે પણ વળતો જવાબ આપ્યો. રેલવે મંત્રી પીયૂષ ગોયલે ટ્વિટ મારફતે કહ્યું કે દેશને લૂંટનારા જ સબસિડીને નફો ગણાવી શકે છે. રેલવેએ રાજ્ય સરકારોથી લીધેલી રકમથી અનેક ગણાં વધુ પૈસા શ્રમિક ટ્રેનો દોડાવવા પાછળ ખર્ચી નાખ્યા. હવે લોકો પૂછે છે કે સોનિયાજીના ટિકિટના પૈસા આપવાના વાયદાનું શું થયું?



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2CQJwb1
via IFTTT

Post a Comment

Previous Post Next Post