62%ને વિરોધનો, 32%ને નોકરી જવાનો ડરઃ રાજકીય વિચાર વ્યક્ત કરવાથી બચી રહ્યા છે

અમેરિકામાં રાજકીય વિચારોને વ્યક્ત કરવા અંગે ભયનો માહોલ છે. લોકો આ અંગે પોતાનાં વિચારો જાહેર કરવાથી બચી રહ્યા છે. 62% લોકોનું કહેવું છે કે, તેઓ રાજકીય અભિપ્રાય આપતા નથી, કેમ કે તેમનાથી અસહમત રહેનારા લોકો આક્રમક થઈ શકે છે અને નુકસાન પણ પહોંચાડી શકે છે. જ્યારે 10માંથી 3 નોકરિયાતે કહ્યું કે, વિચારો ખબર પડતાં તેમની નોકરી જવાનો ડર રહે છે.

રિપબ્લિકન પાર્ટીના 10માંથી 8 સમર્થકોએ ડર વ્યક્ત કર્યો
અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીની સરકાર છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ આ જ પાર્ટીના છે. તેમ છતાં સૌથી વધુ ડર તેનાં સમર્થકોમાં જ છે. રિપબ્લિકન પાર્ટીના 10માંથી 8 સમર્થકોને લાગે છે કે, તેમનાં વિચારો અંગે ખબર પડી ગઈ તો તેમનાં પર હુમલા થઈ શકે છે કે, મુશ્કેલી વધી શકે છે.

નોકરી અંગે સૌથી વધુ ભય રિપબ્લિકન સમર્થકોમાં
32% નોકરિયાતને વિચાર ખબર પડતાં નોકરી જવાનો ડર છે. સૌથી વધુ ડર રિપબ્લિકન સમર્થકો (38%)ને છે. તેઓ ભવિષ્ય અંગે પણ ચિંતિત છે. જ્યારે ડેમોક્રેટ્સને 28% અને બીન-રાજકીય વિચારધારાવાળા 31% કર્મચારી આવું વિચારે છે.

ઓછી આવકવાળાને પણ રોજગાર છિનવાઈ જવાની ચિંતા
સૌથી વધુ ડર ઓછી આવકવાળાને છે. વાર્ષિક રૂ.15 લાખથી ઓછું કમાનારા 36% પરિવારોને લાગે છે કે, વિચારધારાથી રોજી-રોટી પર ખરાબ અસર પડી શકે છે, જ્યારે વાર્ષિક 75 લાખથી વધુ કમાનારા પરિવારોમાં 33% આવું જ વિચારે છે.

3 વર્ષમાં દરેક વિચારધારાના લોકોમાં ડર વધ્યો
ત્રણ વર્ષમાં ઉદારવાદીથી માંડીને કટ્ટટરવાદી વિચારધારા વાળા લોકોમાં ડર વધ્યો છે. 35% પુરુષ અને 27% મહિલાઓએ પણ પોતાનાં વિચાર બતાવતાં ડરતાં હોવાની વાત કરી. ચોંકાવનારી વાત છે કે, અશ્વેતની સરખામણીએ શ્વેત અમેરિકનોમાં ડર વધ્યો છે.

વિચારધારા 2017 2020
સ્ટ્રોન્ગ લિબરલ 30% 42%
લિબરલ 45% 52%
સંતુલિત 57% 62%
કન્ઝરવેટિવ 70% 77%
સ્ટ્રોન્ગ કન્ઝરવેટિવ 76% 77%


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2WXhph9
via IFTTT

Post a Comment

Previous Post Next Post